E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો...

Gujarat : નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો

સમગ્ર વિશ્વમાં ઉજવાતા નાતાલના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નડિયાદમાં તેની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બજારમાં ૫૦થી લઈને ૧૫,૦૦૦ સુધીની કિંમતની વિવિધ ડેકોરેશન આઈટમ્સ આકર્ષણનું કેન્દ્ર બની છે.

નડિયાદ શહેરમાં નાતાલના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરના મુખ્ય બજારોમાં અત્યારથી જ ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ક્રિસમસ ડેકોરેશન અને ગિફ્ટ આટકલ્સના વેચાણ માટે ઠેર-ઠેર સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે નાના બાળકો અને પરિવારોમાં ક્રિસમસ ટ્રી પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. બજારમાં નાના અને મોટા કદના ક્રિસમસ ટ્રીની માંગમાં વધારો થવાને કારણે વેપારમાં તેજી આવી છે. આ ટ્રીને શણગારવા માટે વપરાતી એક્સેસરીઝ જેવી કે રંગબેરંગી લાઈટ્સ, સ્ટાર, બોલ્સ અને બેલ્સનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સાન્તાક્લોઝના ડ્રેસ અને બાળકો માટેના નાના લાલ-સફેદ મોજાં પણ ગ્રાહકોની પહેલી પસંદ બની રહ્યાં છે.સ્થાનિક વેપારી અબ્દુલભાઈના જણાવ્યા મુજબ, ગ્રાહકોની જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને બજારમાં ૨૦૦થી શરૂ કરીને ૧૫,૦૦૦ સુધીની કિંમતના ક્રિસમસ ટ્રી ઉપલબ્ધ છે. ખાસ કરીને આધુનિક ડિઝાઈનવાળા ટ્રી લોકો વધુ પસંદ કરી રહ્યાં છે. તહેવારમાં રોશનીનું વિશેષ મહત્વ હોવાથી બજારમાં ૧૫૦થી ૧૭૦૦ સુધીની લાઈટિંગ સિરીઝ અને ૧૦૦થી ૧૬૦૦ સુધીની કિંમતના વિવિધ પ્રકારના સ્ટાર્સ વેચાઈ રહ્યા છે. આ વર્ષે મ્યુઝિકલ અને ડાન્સ કરતા સાન્તાક્લોઝના સ્ટેચ્યુ પણ આકર્ષણ જમાવી રહ્યા છે, જેની કિંમત ૫૦૦થી શરૂ થઈને ૧૪,૦૦૦ સુધી પહોંચી છે. આ સિવાય ઘર સજાવટની નાની ચીજવસ્તુઓ ૫૦થી ૬૦૦ના સસ્તા ભાવે ઉપલબ્ધ હોવાથી દરેક વર્ગના લોકો ખરીદી કરી રહ્યાં છે.

નાતાલ અને આગામી નવા વર્ષ નિમિત્તે ભેટ આપવાની પરંપરાને કારણે ગિફ્ટ શોપ્સમાં પણ પર્સ, ઘડિયાળ અને પરફ્યુમ જેવી ચીજોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. શહેરના બજારોમાં ચારેબાજુ રોશની અને શણગાર જોવા મળતા સમગ્ર માહોલ નાતાલમય બની ગયો છે. લોકો પોતાના ઘર અને ઓફિસને શણગારવા માટે ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments