નર્મદામાં દીપડાના વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સાગબારા તાલુકાના બેડાપાણી ગામે રહેતા 40 વર્ષીય બેબીબેન અર્જુનભાઈ વસાવા એમના ઘરમાં સુતા હતા ત્યારે સવારનાં 6 કલાકે દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા કરી એક કાન જ બચકું ભરી ખાઇ ગયો હતો, મહિલાએ બૂમરાણ મચાવતા દીપડો તો ભાગી ગયો પરંતુ દીપડાના હુમલાથી ઈજાગ્રસ્ત બનેલ બેબીબેનને ગળાના ભાગે અને હાથમાં ઇજા થયેલ છે અને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સાગબારાના સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતેથી હવે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મહિલાને સારવાર કરાવડાવી વડોદરા રીફર કરવામાં પરિવારની મદદ કરી સાથે નર્મદા જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોવા છતાં આ મહિલાને વડોદરા રીફર કરવી પડે એ ખૂબ ખરાબ કહેવાય અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી યોગ્ય ડોકટરોને રાજપીપળા મુકે એવી વાત સાંસદે કરી હતી.
Reporter : કેતન મહેતા, નર્મદા