HomeGujaratGujarat : નવસારી સુરત હાઇવે પર ભયાનક અકસ્માત, કાર પલટી મારી સામેના...

Gujarat : નવસારી સુરત હાઇવે પર ભયાનક અકસ્માત, કાર પલટી મારી સામેના ટ્રેક પર ધસી ગઈ, એકનું મોત અને 3 ગંભીર

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કોલાસણા પાટીયા પાસે એક પૂરઝડપે આવતી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સ્વિફ્ટ ડિઝાયર કાર સુરતથી નવસારી તરફ આવી રહી હતી. કોલાસણા પાટીયા નજીક અચાનક ચાલકે કાબૂ ગુમાવતા કાર એટલી જોરદાર પલટી ખાઈ ગઈ હતી કે તે ઉછળીને સીધી સામેના રોડ (ટ્રેક) પર જઈ પડી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.

ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે પ્રથમ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે. હાઇવે પર અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments