E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

Gujarat : પહેલા રાષ્ટ્રગાન વગાડાશે કે રાષ્ટ્રગીત ? સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

જાહેર યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકોએ ઊભા થવાની ફરજિયાત જરૂર નથી. જોકે, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન જાળવવાની નૈતિક જવાબદારી સૌની છે.ગુજરાત માહિતી ખાતાએ ‘વંદે માતરમ’ તથા રાષ્ટ્રગીતના ગાન અને સન્માન અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરતી અખબારી યાદી પ્રસિદ્ધ કરી છે. જાહેર યાદીમાં નાગરિકોને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન પ્રત્યે યથોચિત આદર જાળવવા અપીલ કરવામાં આવી છે.

માર્ગદર્શિકા મુજબ જ્યારે પણ રાષ્ટ્રગીત વાગે કે ગવાય ત્યારે તમામ નાગરિકોએ સાવધ સ્થિતિમાં ઊભા રહી સન્માન વ્યક્ત કરવું જરૂરી રહેશે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય તેવી પરિસ્થિતિમાં પ્રથમ રાષ્ટ્રગીત અને ત્યારબાદ રાષ્ટ્રગાન વગાડવાની વ્યવસ્થા રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શાળાઓમાં દરરોજ દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના ગાન સાથે કરવી જરૂરી ગણાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને શિસ્તનો વિકાસ થાય.

જાહેર યાદીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકોએ ઊભા થવાની ફરજિયાત જરૂર નથી. જોકે, રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન જાળવવાની નૈતિક જવાબદારી સૌની છે. તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર કાર્યક્રમોના આયોજકોને આ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે, જેથી રાષ્ટ્રીય ગૌરવ અને એકતા વધુ મજબૂત બને.

માર્ગદર્શિકા અનુસાર નીચેની પરિસ્થિતિઓમાં રાષ્ટ્રગીત વગાડી શકાશે
નાગરિક સન્માન સમારોહ દરમિયાન
રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે
રાષ્ટ્રીય ધ્વજને પરેડમાં લાવવામાં આવે ત્યારે
દૂરદર્શન અને આકાશવાણી પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલાં અને પછી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments