E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : પાવી જેતપુરમાં ફિલ્મી દ્રશ્યો, બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાવનાર...

Gujarat : પાવી જેતપુરમાં ફિલ્મી દ્રશ્યો, બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાવનાર બુટલેગર આખરે ઝડપાયો…..

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે પોલીસ અને બુટલેગર વચ્ચે હાઈવે પર ફિલ્મી પીછો જોવા મળ્યો હતો. વન કુટિર પાસે નાકાબંધી કરી ઉભેલી પોલીસના બેરિકેટ તોડીને દારૂ ભરેલી XUV ગાડી ભગાવનાર ખેપિયાને પાવી જેતપુર પોલીસે ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.ગઈકાલે પાવી જેતપુર પોલીસને વિદેશી દારૂની ખેપ અંગે બાતમી મળી હતી, જેના આધારે વન કુટિર પાસે પોલીસ દ્વારા બેરિકેટિંગ કરીને વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ XUV ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બુટલેગરે ગાડી ઊભી રાખવાને બદલે બેફામ સ્પીડે પોલીસના બેરિકેટ તોડીને ગાડી હંકારી મૂકી હતી.

પોલીસે હિંમત હાર્યા વગર આ ગાડીનો અંદાજે એક કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસ પાછળ હોવાનું જોઈ બુટલેગર રસ્તામાં ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. 1.71 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ઘટના બાદ પાવી જેતપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે XUV ગાડીના નંબરના આધારે તેના માલિકને નિવેદન માટે બોલાવ્યા હતા. માલિકની પૂછપરછમાં ગાડી કોણ ચલાવતું હતું તેની કડી મળી હતી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગાડીના ડ્રાઈવર જીગર ભરતભાઈ પરમાર (રહે. તરસાલી, વડોદરા) ને ઝડપી પાડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments