E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : પોરબંદર-રાજકોટ હાઇવે પર પુરઝડપે બાઇક પર સ્ટંટ કરી વાહ ચલાવનાર...

Gujarat : પોરબંદર-રાજકોટ હાઇવે પર પુરઝડપે બાઇક પર સ્ટંટ કરી વાહ ચલાવનાર યુવક સામે LCBની કાર્યવાહી

પોરબંદર શહેર વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર માનવજીંદગી જોખમાય તે રીતે પુરઝડપે અને બેફીકરાઈથી મોટરસાયકલ ચલાવનાર યુવક સામે પોરબંદર એલ.સી.બી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફરિયાદ મુજબ ગઈ કાલે તા.૧૯/૧૨/૨૦૧૫ ના સાંજના સુમારે ફરીયાદી એલ.સી.બી.ના એ.એસ.આઈ.મુકેશભાઈ કે . માવદીયા તથા પો.હેડ કોન્સ્ટેબલ કે. આર. જાડેજા એલ.સી.બી. સ્ટાફ પોલીસ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોરબંદર-રાજકોટ હાઇવે ઉપર માધવાણી કોલેજ સામે હાઇવે રોડ પર પહોંચતા, પોરબંદર તરફથી રાજકોટ તરફ જઈ રહેલ એક મોટરસાયકલ ચાલક પોતાની પાસેના વાહન ઉપર સ્ટંટ કરી અત્યંત પુરઝડપે, ગફલતભરી અને માનવજીંદગી જોખમાય તે રીતે ચલાવતો નજરે પડ્યો હતો.
એલ.સી.બી.પોલીસ દ્વારા તાત્કાલિક મજકુર મોટરસાયકલનો પીછો કરી તેને જેમનો તેમ અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બે પંચોને બોલાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચોની હાજરીમાં મોટરસાયકલ ચાલકનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ મેહુલ ઉર્ફે જામનગરી નીલેષભાઈ શીયાળ (ઉ.વ.૨૫) રહે. જયુબેલી હાથી કેમિકલ્સ પાસે, પોરબંદર વાળા મજકુર પાસેનું વાહન કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ હોવાનું તથા આગળ- પાછળ રજીસ્ટ્રેશન નંબર GJ-25- AF- 7613 લગાવેલ હોવાનું જણાયું હતું.
મજકુર આરોપી પોતાના હવાલાવાળું મોટરસાયકલ જાહેર રોડ પર પુરઝડપે અને ગફલતભરી રીતે બાઈક પર સ્ટંટ કરી ચલાવી માનવ તેમજ પોતાની પણ જીંદગી જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી કરતો મળતા તેને ધોરણસર અટક કરી સમગ્ર પંચનામું સ્ટ્રીટ લાઇટના અજવાળે તૈયાર કરવામાં આવ્યું હતું તેમજ મોબાઇલ ફોન મારફતે ઇ-સાક્ષ્ય એપ્લિકેશનમાં પંચનામા ની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. અને ઉપરોક્ત હકીકતના આધારે આરોપી મેહુલ ઉર્ફે જામનગરી નીલેષભાઈ શીયાળ સામે બી.એન.એસ. કલમ ૪.૨૮૧ મુજબ ગુનો ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


રિપોર્ટર:- વિરમભાઇ કે.આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments