ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ.ભાગ્યેશ જ્હાના અધ્યક્ષસ્થાને તથા પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યામંદિર સ્કુલ પાલનપુર ખાતેથી બનાસ સાહિત્ય ઉત્સવનું બે દિવસીય આયોજન કરાયું છે.
આ બનાસ સાહિત્યમાં પ્રથમ અને બીજા દિવસે થઈને કુલ આઠ સત્રમાં આયોજન કરાયું છે. જેના પ્રથમ દિવસે વિદ્યામંદિર હોલ ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયા બાદ સત્ર ૧ અંતર્ગત કનુભાઈ મેહતા હોલ ખાતે રંગ મેઘાણી એકત્વ ગૃપ (રાષ્ટ્રીય શાયર મેઘાણીજીનાં જીવન-કવન સાહિત્ય પર મલ્ટીમીડીયા શૉ)નું આયોજન કરાયું હતું.

બનાસ સાહિત્ય ઉત્સવના બીજા દિવસે ગુજરાતી બાળવાર્તાઓ (બાળકો માટે), રંગ રંગ વાદળિયાં, ઉત્તર ગુજરાતનાં સર્જકોની ઉત્તમ વાર્તાઓ રેડિયો પાલનપુર અને આંગિકમ ગૃપ દ્વારા વાચિકમ્, પાલનપુરી ગઝલે મિરાત, ગઝલપર્વ મુશાયરો, પશલાની અસલી નાટક, બનાસને તીરે લોકસંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે. આ બનાસ સાહિત્ય કાર્યક્રમમાં સાહિત્યકાર મણિલાલ હ.પટેલ, હરદ્વાર ગોસ્વામી, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ સહિત કલા અને સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલા લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter : દિપક પુરબીયા


