E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ભડકોદરા ગામમાં રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર...

GUJARAT : ભડકોદરા ગામમાં રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક આરોપી તથા અપહ્યીત સગીર બાળાને શોધી કાઢતી અંકલેશ્વર GIDC પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓ તરફથી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશને નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતા કલમ તથા POCSO Act કલમ મુજબના કામે 15 વર્ષની સગીરાનું તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ થયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહીત સગીર બાળાને શોધી કાઢવા આપેલ સુચનાના આધારે, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા અંકલેશ્વર ડીવીઝનનાઓના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ અપહીત સગીરા તથા આરોપીને શોધી કાઢવા અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી હાથ ધરવામાં આવેલ તપાસના આધારે, અંકલેશ્વર GIDC ના ભડકોદરા ગામ વિસ્તારમાંથી એક સગીરાનું એક ઈસમ દ્વારા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ગુનો કર્યાની હકીકતના આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ.વાળાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા CCTV ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સદર ગુનાના કામે સગીરાને ભગાડી જનાર આરોપી રવિકુમાર S/O ઇસુદાસ સંગ્રામ કરકરે (ઉ.વ.૨૩, રહે.જયગાવ, તા.ભાલકી, જી.બિદર, કર્ણાટક.) તથા ભોગ બનનાર સગીરાને બિદર, કર્ણાટક ખાતેથી શોધી કાઢી ભોગ બનનાર સગીર બાળા તથા આરોપી રવિકુમાર S/O ઇસુદાસ સંગ્રામ કરકરેને અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને સગીર બાળાને વુમન હેડ કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સિલિંગ કરી તેના માતા-પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

REPORTER : કેતન મહેતા, અંક્લેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments