E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનની ચૂંટણી સંપન્ન: જયંતિલાલ મકવાણા પ્રમુખ તરીકે...

Gujarat : મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનની ચૂંટણી સંપન્ન: જયંતિલાલ મકવાણા પ્રમુખ તરીકે વિજેતા જાહેર

મહીસાગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના હોદ્દેદારોની ચૂંટણી આજે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મત ગણતરીના અંતે નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.મુખ્ય ચૂંટણી અધિકારી બિપિન આર. પટેલ તેમજ સહ ચૂંટણી અધિકારીઓ શીવાભાઈ વી. પટેલ અને મુકેશ ડી. પરમારે પરિણામો જાહેર કરતા જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે મકવાણા જયંતિલાલ જેઠાભાઈ વિજેતા જાહેર થયા છે.જ્યારે ઉપપ્રમુખ પદે રાઠોડ કીરીટકુમાર ગોવિંદભાઈ અને ચૌહાણ બહાદુરસિંહ ગમીરસિંહ, જનરલ સેક્રેટરી તરીકે રાઠોડ દિનેશભાઈ માનાભાઈ જોઈન્ટ સેક્રેટરી તરીકે ચાવડા વિક્રમભાઈ માનાભાઈ ખજાનચી તરીકે ગાંધી મમતાબેન રમણલાલ, લેડીઝ રીપ્રેઝન્ટેટીવ તરીકે રાણા ભારતીબેન ઈશ્વરભાઈ લાઈબ્રેરીયન તરીકે ઠાકોર હર્ષદકુમાર મંગળભાઈ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારોને ઉપસ્થિત વકીલ મિત્રોએ ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને વધાવી લીધા હતા. કોર્ટ સંકુલમાં વિજેતા ઉમેદવારો પર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.આ તકે નવનિયુક્ત પ્રમુખ જયંતિલાલ મકવાણા અને અન્ય હોદ્દેદારોએ તમામ મતદારો અને વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, “વકીલ મંડળે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના પર અમે ખરા ઉતરીશું અને વકીલોના હિતમાં તેમજ સંગઠનને મજબૂત કરવા માટે સતત કાર્યરત રહીશું.”

REPOTER : વીરભદ્રસિંહ, સિસોદિયા લુણાવાડા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments