E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : માંડલા ગામના એક ખેડૂત પોતાના એકના એક દીકરાને ભણાવવા માટે...

GUJARAT : માંડલા ગામના એક ખેડૂત પોતાના એકના એક દીકરાને ભણાવવા માટે શહેરમાં મુકવા જઈ રહ્યા હતા દીકરાને ભણાવવાનો બોજ બાપના માથે કેમેરામાં થયો કેદ

બોક્ષ : તુજે સુરજ કહું યા ચંદા તુજે દીપ કહું યા તારા મેરા નામ કરેગા રોશન જગમે મેરા રાજ દુલારા

આગામી નવમી જુને સોમવારે શાળાઓમાં પાંત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન પૂરું થશે સાથે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ત્યારે માતા પિતા પોતાના સંતાનોને ભણાવી ગણાવી સારી જગ્યાએ સેટ થાય તો તેનું પરિવાર શાંતિથી જીવન વ્યતીત કરે આવું જ કંઇક જોવા મળ્યું..


કાંકરેજ તાલુકાના માંડલા ગામના વતની જગમાલભાઇ નરસુંગ ભાઈ મુંજી(પટેલ) ખેડૂત તેમને એકજ દીકરો છે પોતાના દીકરાનું નામ રોશન જગમાલભાઇ પટેલ ધોરણ ૮માં સારા માર્ક્સ આવતા તેમનું એક સ્વપ્નું છે કે મારો દીકરો રોશન મોટો થઇ કંઈકસારી નોકરી મેળવે અમે તો ખેડૂતના દીકરા કાળજાળ ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસુ હોય ખૂન પરસેવો પાડી નેં મહેનત મજુરી કરી નેં મારા રોશન નેં મોટો કરી નેં આજે શહેરમાં 9 માં ધોરણ માં પાટણ આદર્શ હોસ્ટેલ માં ભણવા માટે મુકવા જઈ રહ્યા છીએ ત્યારે બાપ નેં માથે ટંક ઉપાડેલ સાથે દીકરાના હાથમા હોટેલ માં નાહવા ધોવા માટે ડોલ અને પાછળ ભણતર નો બોજ એવો થેલો હતો હોસ્ટેલમાં નાસ્તા માટે થરા અતુલ નાસ્તા માં જયારે નાસ્તો લેવા ગયા ત્યારે અતુલ નાસ્તા ના માલિક અતુલભાઈ ફોફાણી એ પાંસો ગ્રામ પેંડા શુલ્ક આપીનેં રોશન નેં શુભકામનાઓ પાઠવી હતી એવામાં અમારા પાક્કો ગુજરાત ના સંવાદ દાતા માનસિંહ ચૌહાણના કેમેરામાં કૈદ થયાં હતા આજ ના કલયુગ માં માં બાપ પેટે પાટા બાંધીને સંતાન નેં ભણાવી ગણાવી નેં મોટા કરે છે જયારે સંતાન મોટા થયાં પછી એજ સંતાન માં બાપ જયારે વૃદ્ધ થાય છે ત્યારે વૃદ્ધાશ્રમ માં મૂકી આવેછે પરંતુ જગમાલભાઇ નું નામ રોશન કરશે એવી આશા છે તેમના બેટા રોશન

REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments