E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : મારા મોબાઇલમાં જેનો કોલ આવે તે અંગે પતિને જાણ કરવાની...

Gujarat : મારા મોબાઇલમાં જેનો કોલ આવે તે અંગે પતિને જાણ કરવાની રહેતી

સહકાર મેઇન રોડ પરની સાધના સોસાયટીમાં રહેતા મહિલા ડોક્ટર અંજલીબેન (ઉ.વ. 29)એ જેતપુરમાં રહેતા પતિ માધવ, સાસુ શોભનાબેન અને સસરા મહેશભાઇ ચત્રભૂજભાઇ અગ્રાવત સામે મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે 2022માં લગ્ન કર્યા હતા. સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. પાંચેક મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યો હતો. ત્યાર પછી પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં ઝગડા શરૂ થયા હતા. જેને કારણે પતિ મારકૂટ કરી અપશબ્દો પણ બોલતો હતો.પતિને દારૂ પીવાની કૂટેવ હોવાથી રોજ માથાકૂટ કરતો હતો.એટલું  જ નહીં તેની ઉપર શંકા પણ કરતો હતો.તેને કોઇનો કોલ આવે તો પતિને જણાવવાનું સાથે સ્ક્રીન શોટ મોકલવાનું રહેતું હતું. જમવા બેસે ત્યારે પતિ થાળીને પાટુ મારી ઉભી થઇ જા તેમ કહેતો હતો. પતિ રાત્રે મોડો આવે તો પૂછે તો તું પૂછવાવાળી કોણ તેમ કહી દેતો હતો. તે હોમિયોપેથી ક્લિનિક ચલાવતી તો ત્યાં પણ તેને તેડવા મૂકવા આવી આબરૂને હાનિ પહોંચે તેવી ધમકી આપતો હતો.

દવાખાનાની જે આવક થતી તે ઘરમાં આપવાની રહેતી હતી. પતિ કબાટના ખાનામાં અલગ-અલગ મહિલાઓના ફોટા રાખતો હતો. જે બાબતે પણ ઝગડા થતા હતાં. પ્રેગેનન્સી રહેતા પતિએ આ બાળકની જવાબદારી તારી જ રહેશે, તારે જ તેને મોટો કરવાનો છે તેમ કહી દીધું હતું. પ્રેગેનન્સી વખતે તબિયત સારી રહેતી ન હોવા છતાં સાસુ ઢોરની જેમ કામ કરાવતા હતા.

નવમા મહિને પતિએ આ બાળક કોનુ છે તે મને ખબર નથી તેમ કહી ઝગડો કર્યો હતો. બાળક આવ્યાના બે મહિના બાદ પતિ કોઇને કાંઇ કહ્યા વગર મુંબઇ જતો રહ્યો હતો. પતિને જે સ્ત્રી સાથે  લફરૂ હતું તેને પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. પતિએ કહી દીધું હતું કે હું અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખીશ, તે ઘરે આવશે, દારૂ પીવાનું પણ મૂકીશ નહીં. આખરે તેના પિતા તેડી ગયા હતા. જેથી છેલ્લા એકાદ વર્ષથી પિયરમાં રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments