E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujarat​Gujarat : યુકે જવાના ઘેલછામાં 'લગ્ન' પણ નકલી અને 'કોર્ટનો ચુકાદો' પણ...

​Gujarat : યુકે જવાના ઘેલછામાં ‘લગ્ન’ પણ નકલી અને ‘કોર્ટનો ચુકાદો’ પણ નકલી! પાલેજ પોલીસે આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો

વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદાઓ નોળવીને ખોટા દસ્તાવેજોના આધારે યુકે (UK) ના વિઝા મેળવવાના મસમોટા કૌભાંડનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં લગ્નના ખોટા પુરાવા અને ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ બનાવી વિદેશ જતી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


​આ રેકેટની વિગત મુજબ, રીઝવાન મેદાએ તસ્લીમાબાનુ કારભારીને પોતાની પત્ની તરીકે દર્શાવી લગ્નનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ ખોટા પુરાવાના આધારે એજન્ટ મારફતે યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવી તસ્લીમાબાનુ વિદેશ પહોંચી ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે, આ ટોળકીએ આટલેથી ન અટકતા એડવોકેટ સાજીદ કોઠીયા સાથે મળી ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ પણ તૈયાર કરી નાખ્યું હતું. જોકે, આર્થિક વ્યવહારોમાં આંતરિક મનદુઃખ થતા આ આખો ખેલ પોલીસ સમક્ષ આવી ગયો હતો.
​પાલેજ પોલીસે આ મામલે રીઝવાન મેદા (યુકે), તસ્લીમાબાનુ (યુકે), ફૈઝલ કારભારી (યુકે) અને એડવોકેટ સાજીદ કોઠીયા (કેનેડા) વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments