E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGujarat : રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા

Gujarat : રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા

હાલ રાજ્યમાં ચોમાસુ બેઠું હોય તેવું લાગી રહ્યું છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે.

આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના શહેરો સુરત, નવસારી,વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદની શક્યતા છે. તો છોટાઉદેપુર સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે. 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે. તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે. 12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ના જુદા જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે. ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments