ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થતાં જ ફરી વાર ગરમીનો અહેસાસ શરૂ થયો છે. રાજ્યમાં હવે ગરમીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે.
ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થતાં જ ફરી વાર ગરમીનો અહેસાસ શરૂ થયો છે. રાજ્યમાં હવે ગરમીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. કેટલાક જિલ્લામાં ઉકળાટ રહેશે. રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 38થી 39 ડિગ્રી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે.તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 35.7, ડીસામાં 37.1, અમરેલીમાં 36.1, રાજકોટમાં 37.1, કંડલામાં 36.2, ગાંધીનગર માં 35.4, વડોદરામાં 35.2, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે. કેટલાક વિસ્તારોમાં 42થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ગરમીમાં વધારો થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40થી 41 ડિગ્રી રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી રહેશે. વલસાડ વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રભાવ જોવા મળી શકે છે.


