E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ ચાંપરાજસિંહ ડોડીયાની બિનહરીફ વરણી

Gujarat : રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ ચાંપરાજસિંહ ડોડીયાની બિનહરીફ વરણી

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગાઈડ લાઇન પ્રમાણે આજે ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં વકીલ મંડળના હોદ્દેદારની ચૂંટણી નિયત કરેલી તારીખ પ્રમાણે રાણપુર બાર એસોસિએશનના હોદ્દેદારની નિમણૂંક માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ

જેના અનુસંધાને રાણપુર બાર એસોસિએશન ના તમામ હોદ્દા માટે એક પણ ફોર્મ ભરાયેલ નહીં જેના અનુસંધાને રાણપુર કોર્ટ ખાતે રાણપુર બાર એસોસિએશનની બેઠક બાર રૂમમાં ચૂંટણી અધિકારી પી. પી. બાવળીયાના અધ્યક્ષ સ્થાને તમામ વકીલોની ઉપસ્થિતમાં મળી હતી જેમાં તમામ વકીલોએ સર્વાનુમતે રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બીજી વખત પ્રમુખ તરીકે એડવોકેટ ચાંપરાજસિંહ ડોડીયાને આ વખતે બિનહરીફ ચૂંટી કાઢ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ભરાડીયા, સેક્રેટરી તરીકે ગોવિંદભાઈ જાદવ, ખજાનચી તરીકે ઘનશ્યામભાઈ ભુવા તથા લાયબ્રેરીયન તરીકે સાહિદભાઈ કોઠારીયાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જેને તમામ વકીલોએ હર્ષ ભેર વધાવી લીધેલ. આ પ્રસંગે રાણપુર બાર એસોસિએશનના પ્રમુખ ચાંપરાજસિંહ ડોડીયાએ તમામ વકીલ મિત્રોનો આભાર માની જણાવેલ કે વકીલોના પ્રશ્નો અંગે સતત ચિંતિત રહી સંપૂર્ણ સહકાર આપવા ખાત્રી આપી હતી.

REPOTER : વિપુલ લુહાર,રાણપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments