E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : રાણપુર શહેર અને તાલુકામાં વીજચોરો ઉપર PGVCL ના વ્યાપક દરોડા

Gujarat : રાણપુર શહેર અને તાલુકામાં વીજચોરો ઉપર PGVCL ના વ્યાપક દરોડા

અમરેલી,સુરેન્દ્રનગર,સાવરકુંડલા,ઉના અને બોટાદ સહિતની 25 ટીમોએ 65 કનેક્શનમાં ગેરરીતી ઝડપી વીજચોરો ને રૂ.45 લાખનો દંડ ફટકાર્યો

બોટાદ જીલ્લાના રાણપુર શહેર અને રાણપુર તાલુકાના ગામોમાં વીજચોરીના વધતા દૂષણને ડામવા માટે PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લા PGVCL ના સુપ્રીન્ટેન્ડિંગ ઇજનેર કે.ડી.નીનામા, અધિક્ષક ઇજનેર કણઝરીયા, નાયબ ઇજનેર પાનસુરીયા,રાણપુર તાલુકા ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અમરેલી, સુરેન્દ્રનગર, સાવરકુંડલા, ઉના અને બોટાદ સહિતની 25 જેટલી ટીમોએ વહેલી સવાર થી રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકાના ધારપીપળા, કેરીયા, નાગનેશ, ગઢીયા, હાસલપુર અને રાજપરા ગામોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.આ ચેકિંગ દરમિયાન કુલ 195 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા.જેમાંથી 65 કનેક્શનમાં ગેરરીતિ સામે આવી હતી.તેમાં 40 કેસોમાં વીજયોરી વીજ અધિનિયમની કલમ 135 હેઠળ અને 25 કેસોમાં કલમ 126 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી અંતર્ગત અંદાજે રૂ.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.રાણપુર તાલુકા ડેપ્યુટી ઇજનેર રત્ના ચૌધરીએ જણાવ્યું છે કે વીજચોરોને કોઈપણ પરિસ્થિતિમાં બક્ષવામાં નહીં આવે અને આ રીતે આવનારા દિવસોમાં પણ ચેકિંગ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે.શિયાળા ની સિઝનની વિદાય અને ઉનાળા ની સિઝનના પ્રારંભે આ કાર્યવાહી થી વીજચોરો ને ગરમી પહેલા જ પરસેવો છોડાવી દીધો હતો…

Reporter : વિપુલ લુહાર,રાણપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments