HomeGujaratGujarat : રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી...

Gujarat : રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું

ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષો પ્રચાર માટે કોઈ તક છોડતા નથી, પરંતુ આ વખતે તો હદ જ વટાવી દેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. શહેરમાં રામ નવમી અને હનુમાન જયંતિ જેવા પવિત્ર તહેવારોને પણ રાજકીય પ્રચાર મંચમાં ફેરવી દેતા ધર્મ અને રાજકારણના ભેળસેળ પર તીવ્ર સવાલો ઊભા થયા છે.

 સુરતના અનેક વિસ્તારોમાં ફરતી રીક્ષાઓ પર હનુમાન જયંતિના શુભેચ્છા સંદેશાઓ સાથે રાજકીય પક્ષોના ખેસ અને ચિન્હો ખુલ્લેઆમ પ્રદર્શિત થયા હતા. ભગવાનના નામે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ખુલ્લેઆમ જોવા મળ્યો હતો, જેનાથી ધાર્મિક લાગણીઓનો રાજકીય લાભ લેવા માટે દુરુપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

 માત્ર એટલું જ નહીં, શહેરમાં યોજાયેલા ભંડારાઓ પણ હવે નિષ્પક્ષ ધાર્મિક કાર્યક્રમ ન રહી રાજકીય પ્રદર્શન બની રહ્યા છે. ભંડારાના બેનરો પર પક્ષોના નામ અને ચિન્હો ઝળહળતા દેખાયા હતા, જાણે ધાર્મિક પ્રસંગ નહીં પરંતુ પ્રચાર સભા ચાલી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. કેટલાક સ્થળોએ તો કાર્યકરો ખેસ પહેરીને ભંડારા વહેંચતા જોવા મળ્યા, જેનાથી આ કાર્યક્રમોની નિષ્પક્ષતા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments