E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : લિફ્ટ આપવી ભારે પડી: કરજણમાં પશુ ભરેલી આખી ટ્રક લઈ...

Gujarat : લિફ્ટ આપવી ભારે પડી: કરજણમાં પશુ ભરેલી આખી ટ્રક લઈ ‘ભેજાબાજ’ મુસાફર રફુચક્કર

​માલિકનો સંબંધી હોવાની ઓળખ આપી ટ્રકમાં બેઠેલા શખ્સે ડ્રાઈવર-ક્લીનર નાસ્તો કરવા ઉતર્યા ને ખેલ પાડી દીધો; ₹14.05 લાખની મતાની ચોરી
​‘ધરમ કરતાં ધાડ પડી’ જેવો કિસ્સો કરજણ પોલીસ ચોપડે નોંધાયો છે. અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક અજાણ્યા શખ્સને લિફ્ટ આપવી ટ્રક ડ્રાઈવરને એટલી મોંઘી પડી કે, તે ભેજાબાજ શખ્સ પશુઓ ભરેલી આખી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.


​મહેસાણાના વિસનગરના રહેવાસી ટ્રક ડ્રાઈવર સાહીલશા ફકીરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પાલનપુરથી ₹4.05 લાખના મુંગા પશુ ભરી સુરતના વ્યારા જવા નીકળ્યા હતા. હાઈવે પર ભાભલખાન નામના શખ્સે ટ્રક રોકાવી પોતે ટ્રક માલિકનો સંબંધી હોવાનું કહી ભરૂચ સુધી લિફ્ટ માંગી હતી. ડ્રાઈવરે વિશ્વાસ રાખી તેને ટ્રકમાં બેસાડ્યો હતો.
​ ​મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાની આસપાસ કરજણ ટોલનાકા પાસે એક હોટલ પર ડ્રાઈવર અને ક્લીનર નાસ્તો કરવા ઉતર્યા હતા. આ તકનો લાભ ઉઠાવી લિફ્ટ માંગનાર ભાભલખાન ₹10 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ ₹14,05,000/- ની મતા સાથે ટ્રક હંકારી ગયો હતો. હોટલમાંથી બહાર આવેલા ડ્રાઈવરને ટ્રક ન જણાતા તેના હોશ ઉડી ગયા હતા.


​કરજણ પોલીસે આ મામલે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભેજાબાજ તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments