HomeGujaratGujarat : લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની...

Gujarat : લીવ-ઇન રિલેશન કેસમાં નવો વળાંક, યુવતીએ યુવક સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા પ્રેમ પ્રકરણ અને લીવ-ઇન રિલેશનના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. લાખાણી તાલુકાની એક પરણિત મહિલા, જે યુવક સાથે મૈત્રી કરાર પર રહેતી હતી, તેણે હવે કેશવ માળી નામના યુવક સામે આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘ડેડુવા ગામના કેશવ ભલાજી માળીએ મને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ મને અલગ-અલગ શહેરોમાં લઈ જઈ તેની મરજી સામે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.’ આ ઉપરાંત યુવતીનો આક્ષેપ છે કે યુવકે બળજબરી પૂર્વક લીવ-ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવવામાં આવી હતી.

કેશવ યુવતીને તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબી તપાસ દરમિયાન મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે શોધખોળ આદરી તેને અમદાવાદના વટવા વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને પરત લાવ્યા હતા. યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ ગુનામાં મદદગારી કરવા બદલ ટરૂવા ગામના હરચંદભાઈ દાનાજી માળી અને પીરાજી ઉમાજી માળી સામે પણ ફરિયાદ કરી છે. પીડિતાના જણાવ્યાનુસાર, આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પણ પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આગથળા પોલીસે આ મામલે બી.એન.એસ.ની વિવિધ કલમો (87, 64(1), 351(3) વગેરે) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments