E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : વલસાડના પારડીમાં યુવકે સાપને CPR આપ્યું, લાકડાનો જથ્થો પડતા સાપ...

Gujarat : વલસાડના પારડીમાં યુવકે સાપને CPR આપ્યું, લાકડાનો જથ્થો પડતા સાપ અર્ધબેભાન થયો હતો

વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઘટના સામે આવી છે, એક જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું છે.

સામાન્ય રીતે મનુષ્યને CPR આપી જીવ બચાવવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં સાપનો જીવ બચાવવામાં આવ્યો. લાકડાંનો જથ્થો માથે પડતાં સાપ અર્ધબેભાન થયો હતો, પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો.

ઘટનાની વિગતે વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઇકાલે બે સાપ જોવા મળતાં સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અન્સારીનો સંપર્ક કર્યો હતો. અલી અન્સારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો, જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાંનો મોટો જથ્થો એના પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઇ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments