E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : વલસાડ રૂરલના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ રાજસ્થાની શખ્સ વાપીથી ઝડપાયો

Gujarat : વલસાડ રૂરલના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ રાજસ્થાની શખ્સ વાપીથી ઝડપાયો

​છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપતા આરોપી દિનેશ માલીને LCB એ બાતમીના આધારે દબોચ્યો; આરોપીનો કબજો વલસાડ રૂરલ પોલીસને સોંપાયો

​વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને વાપી ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.


​ ​જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે એલ.સી.બી.ની ટીમ સતત વોચમાં હતી. આ દરમિયાન પોલીસને સંયુક્ત બાતમી મળી હતી કે, વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો મુખ્ય આરોપી વાપી વિસ્તારમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે વાપી ખાતેથી આરોપી દિનેશ મંગલારામ લસારામ માલી (રહે. મીઠોડા, તા. શીવાણા, જી. બાલોત્રા, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.


​ ​પકડાયેલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. એલ.સી.બી.એ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેનો કબજો વધુ તપાસ અને રિમાન્ડની પ્રક્રિયા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે. આ આરોપીની પૂછપરછમાં અન્ય કોઈ ચોરીના ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments