E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : વલસાડ હાઈવે પર LCB એ દમણથી સુરત જતી દારૂ ભરેલી...

Gujarat : વલસાડ હાઈવે પર LCB એ દમણથી સુરત જતી દારૂ ભરેલી બોલેરો પીકઅપ ઝડપી પાડી, ₹8.74 લાખનો મુદ્દામાલ જપ્ત

​પારનેરા જૈન મંદિર પાસે પોલીસે વોચ ગોઠવી 1622 નંગ દારૂની બાટલીઓ કબજે કરી; રાજસ્થાની ચાલકની ધરપકડ, દમણનો બુટલેગર ‘સોનુ’ વોન્ટેડ

​વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર સફળ ઓપરેશન પાર પાડી દમણથી સુરત તરફ લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મહીન્દ્રા બોલેરો પીકઅપમાં ચોરીછુપીથી હેરાફેરી કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.


​ ​LCB ની ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, દમણથી સુરત તરફ એક બોલેરો પીકઅપમાં દારૂનો જથ્થો પસાર થનાર છે. આ બાતમીના આધારે પોલીસે પારનેરા નજીક નેશનલ હાઈવે પર જૈન મંદિર પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવતી બોલેરો પીકઅપ (નં. GJ-26-T-8834) ને અટકાવી તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી 1622 નંગ બાટલીઓ મળી આવી હતી.


​ ​પોલીસ કાર્યવાહીમાં વિદેશી દારૂ (વ્હીસ્કી/વોડકા/બીયર) 1622 નંગ બાટલીઓ (કિંમત ₹3,64,845/-), ​મહીન્દ્રા બોલેરો પીકઅપ (કિંમત ₹5,00,000/-), ​મોબાઈલ ફોન (02) (કિંમત ₹10,000/-) સહીત ​કુલ ₹8,74,845/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


​ ​પોલીસે સ્થળ પરથી પીકઅપ ચાલક વિરેન્દ્રસિંગ ઓમકારસિંગ ઝાલા (રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણના સોનુ ચૌધરી નામના શખ્સે ભરી આપ્યો હોવાનું ખુલ્યું છે. વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપી સોનુ ચૌધરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments