E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : વલસાડ LCB એ પ્લાસ્ટિક દાણાની આડમાં ખંભાત લઈ જવાતો ₹21.48...

Gujarat : વલસાડ LCB એ પ્લાસ્ટિક દાણાની આડમાં ખંભાત લઈ જવાતો ₹21.48 લાખનો દારૂ ઝડપી પાડ્યો

​પારડી ઓવરબ્રિજ પાસે આઈશર કન્ટેનર રોકી પોલીસે 4272 નંગ દારૂની બાટલીઓ કબજે કરી; ટ્રક અને અન્ય સામાન મળી કુલ ₹38.39 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

​વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે (LCB) પારડી નેશનલ હાઈવે પરથી પસાર થતા એક આઈશર કન્ટેનરમાં પ્લાસ્ટિકના દાણાની ગુણીઓની પાછળ છુપાવેલો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
​ ​વલસાડ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી સુરત તરફ જતા નેશનલ હાઈવે નં. 48 પર એક કન્ટેનર ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારડી દમણીઝાપા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ આઈશર કન્ટેનર ટ્રક (નં. MH-12-LT-0486) ને અટકાવી તલાશી લેતા, તેમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના દાણાની 120 ગુણીઓ ભરેલી હતી, જેની આડમાં વિદેશી દારૂના 158 બોક્સ છુપાવેલા મળી આવ્યા હતા.


​પોલીસે સ્થળ પરથી ​વિદેશી દારૂ (વ્હીસ્કી/રમ/બિયર) 4,272 બાટલી/ટીન (કિંમત ₹21,48,000/-), ​આઈશર કન્ટેનર ટ્રક (કિંમત ₹15,00,000/-), ​પ્લાસ્ટિક દાણાની ગુણીઓ (120): (કિંમત ₹1,86,000/-), ​મોબાઈલ અને બિલ કાગળો મળી કુલ ₹38,39,000/- ની મતા કબજે કરી છે.


પોલીસે ટ્રક ચાલક મોહિત લક્ષ્મીકાંત તિવારી (રહે. ખંભાત, મૂળ ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ખંભાત તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું ખુલ્યું છે. આ જથ્થો ભરી આપનાર અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments