E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : વાલિયા પોલીસનું 'ઓપરેશન મ્યુલ હન્ટ': ₹18.95 લાખના સાયબર ફ્રોડના નાણાં...

Gujarat : વાલિયા પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: ₹18.95 લાખના સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર ત્રણ ઇસમો ઝડપાયા


​ભરૂચ જિલ્લાની વાલિયા પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ (Operation Mule Hunt) અંતર્ગત સાયબર ક્રાઇમ આચરતી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડી આંતરરાજ્ય સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવી લાખોની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે.


વાલિયા પોલીસને સોડગામના રહેવાસી અંકિત વસાવા અને સુનિલ વસાવાના બેંક એકાઉન્ટમાં શંકાસ્પદ વ્યવહારોની બાતમી મળી હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે, ​પ્રદિપ ગજેરા (રહે. સુરત) નામના એજન્ટે કમિશનની લાલચ આપી આ ગ્રામજનોના બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. ​આ માહિતી મુખ્ય સૂત્રધાર યોગેશ બારૈયાને પૂરી પાડવામાં આવી હતી. ​યોગેશ બારૈયાએ આ એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના કુલ ₹18,95,000/- ટુકડે-ટુકડે ટ્રાન્સફર કરાવી નાણાં સગેવગે કર્યા હતા.


પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓ (૧) અંકિત વિજયભાઈ વસાવા (એકાઉન્ટ ધારક, રહે. વાલિયા) (૨) સુનિલ રણજીતભાઈ વસાવા (એકાઉન્ટ ધારક, રહે. વાલિયા) અને (૩) પ્રદિપ લાલજીભાઈ ગજેરા (એજન્ટ, રહે. સુરત, મૂળ ભાવનગર)ને ઝડપી પાડ્યા છે.
​જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી યોગેશ બારૈયા હાલ વોન્ટેડ છે. પોલીસ તપાસમાં સમન્વય પોર્ટલ પરથી આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલી અન્ય ૩ સાયબર ફરિયાદો પણ મળી આવી છે.


​ ​વાલિયા પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કમિશનની લાલચમાં આવી ક્યારેય પણ અજાણી વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટ કે ડેબિટ કાર્ડની વિગતો ભાડે આપવી નહીં, અન્યથા સાયબર ફ્રોડના ગુનામાં કાયદેસરની જેલની સજા થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments