E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : વિકાસ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન: રૂ. 14.25

Gujarat : વિકાસ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વિકાસકાર્યોનું ભૂમિપૂજન: રૂ. 14.25

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆતરૂપે વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કુલ રૂ. 14 કરોડ 25 લાખના અંદાજિત ખર્ચે અમલમાં મુકાનારા છ વિકાસકાર્યોનું ભૂમિપૂજન છોટાઉદેપુરના લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, કદવાલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રુજલીબેન રાઠવા, તેમજ નરેશભાઈ રાઠવા સહિત અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કળભીખાપુરા થી રાજપુર સુધીના ૩ કિલોમીટરથી વધુ લાંબા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ માર્ગનું નિર્માણ અંદાજે રૂ. ૨ કરોડ ૯૧ લાખના ખર્ચે

થનાર છે. આ રોડ બનતા વિસ્તારમાં રહેતા નાગરિકો, ખેડૂતો તથા વિદ્યાર્થીઓ માટે અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.ભૂમિપૂજન કાર્યક્રમમાં કદવાલ તાલુકાના વિવિધ ગામોના નાગરિકો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શરૂ થનારા આ વિકાસકાર્યો દ્વારા વિસ્તારના મૂલભૂત ઢાંચાકીય સુવિધાઓ, માર્ગ વ્યવસ્થા તથા જનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા આ કામોને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, અને વિકાસકાર્યો સમયસર પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં…

REPOTER : ઈરફાન મકરાણી કદવાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments