E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : સાંઈ રેસિડેન્સીના ગોડાઉનમાં ચાલતું હતું વિદેશી દારૂનું નેટવર્ક; SMC એ...

Gujarat : સાંઈ રેસિડેન્સીના ગોડાઉનમાં ચાલતું હતું વિદેશી દારૂનું નેટવર્ક; SMC એ ટ્રક સહિત ₹1.80 કરોડનો મુદ્દામાલ દબોચ્યો

​સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે પંચમહાલ જિલ્લાના કાલોલ-બોરુ ગામ રોડ પર આવેલી સાંઈ રેસિડેન્સીની એક દુકાનમાં ચાલતા દારૂના કટિંગ પર મધરાતે ત્રાટકીને રાજ્યનો મોટો દરોડો પાડ્યો છે.

પોલીસની આ રેડમાં દુકાન નંબર-1 માંથી ‘રોયલ સિલેક્ટ ડીલક્સ વ્હિસ્કી’ની કુલ 72,000 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1.59 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી એક ટ્રક, ત્રણ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ ₹1,80,00,100/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન રાજસ્થાનના ટ્રક ચાલક જગદીશ શર્મા સહિત ગોસાઈરામ જાટ અને માધારામ બેનીવાલ નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ગોવા અને રાજસ્થાનના બુટલેગરો દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે, જેમાં મુખ્ય સપ્લાયર અશોક બિશ્નોઈ અને સુમિત બિશ્નોઈ સહિત 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. કાલોલ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો નોંધી આંતરરાજ્ય દારૂના નેટવર્કને તોડી પાડવા તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments