ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક એ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સૂચના અન્વયે સાપુતારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

લગ્નના બહાને છેતરપિંડી આચરવાના ગુનામાં છેલ્લા સાત મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને નાસિક ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા ગુનાહિત કાવતરું રચી, ભોગ બનનારને લગ્ન માટે છોકરી બતાવી વિશ્વાસમાં લીધા હતા. લગ્નના ખર્ચના બહાને ભોગ બનનાર પાસેથી કુલ રૂ. ૧,૬૦,૦૦૦/- ની રોકડ રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં કલમ ૬૧, ૩૧૮(૪), ૫૪ મુજબ ગુનો (Part-A, ૧૫૨/૨૦૨૫) નોંધાયો હતો.
પકડાયેલ આરોપી
રાકેશભાઇ દિલિપભાઇ મોહિતે (ઉં.વ. ૩૭)
રહેવાસી: શિવાજીનગર, જી. નાસિક (મહારાષ્ટ્ર)
કામગીરી કરનાર ટીમ
પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, રમેશભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને પરેશભાઇએ ટેકનિકલ સોર્સ અને ચોક્કસ બાતમીના આધારે નાસિક ખાતેથી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


