E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : સાબરકાંઠાનાં પ્રભારી મંત્રીએ ને.હા.નું નિરીક્ષણ કર્યું:અધિકારીઓનેક્ષતિઓ દૂર કરવા સૂચન

Gujarat : સાબરકાંઠાનાં પ્રભારી મંત્રીએ ને.હા.નું નિરીક્ષણ કર્યું:અધિકારીઓનેક્ષતિઓ દૂર કરવા સૂચન

સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડૉ.પ્રઘુમન વાજાએ હિંમતનગરના સાબરડેરી નજીકના મુખ્ય માર્ગોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જનસુવિધા અને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

ડૉ.વાજા સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી છે. નિરીક્ષણ દરમિયાન મંત્રીએ ખાસ કરીને રોડની બાજુમાંથી ૫ સાર થતી ગટર લાઈન અને તેના ઢાંકણા યોગ્ય રીતે ગોઠવાયેલા છે કે કેમ તેની તપાસ કરી હતી. તેમણે અધિકારીઓને તાકિદ કરી હતી કે ગટરના ઢાંકણા રોડના લેવલમાં હોવા જોઈએ. જેથી વાહનચાલકો કે રાહદારીઓને અકસ્માતનો ભય ન રહે. મંત્રીએ સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે સૂચન કર્યું હતું તેમણે રોડ પર જયાં પણ ખાડા કે બિસ્માર હાલત હોય ત્યાં સત્વરે મરામત કામગીરી પૂર્ણ કરવા અને ગટરના ઢાંકણાઓનું ફિટીંગ યોગ્ય રીતે થાય
તેની તકેદારી રાખવા જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ મંત્રીની સાથે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો ૫હેલા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી
નીતિન ગડકરીએ આજ હાઈવેની મુલાકાત લીધી હતી. ત્યારે પણ નેશનલ હાઈવેના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી, ત્યારે ફરી એકવાર આજ હાઈવેની મુલાકાત હવે સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રીએ લીધી છે અને મંત્રીએ અધિકારીઓને પણ ખાસ સૂચના આપી હતી પરંતુ વારંવાર આજ હાઈવે માટે સરકારના મંત્રીઓ આવીને અધિકારીઓને સૂચના કેમ આપે છે શું હાઈવેની કામગીરી નબળી લાગે છે કે કામગીરીમાં બેદરકારી દાખવામાં આવે છે જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે સંબંધિત વિભાગના અધિકારીઓ મંત્રીઓએ આપેલી સૂચનાઓનું યોગ્ય પાલન કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ, ઇડર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments