સાયલામાંં માવઠના કારણે કપાસની ગુણવત્તા બગડી છે. બીજી તરફ સીસીઆઇ કેન્દ્રમાં માત્ર એ ગ્રોડનો કપાસની ખરીદી કરતા ખેડૂતો પોતાનો માલ સસ્તા ભાવે વેપારીઓને વેચવા મજબૂર થયા છે. જેને લઇ ખેડૂતોએ સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ કરી છે.

સાયલા તાલુકામાંં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૃ કરવામાંં આવી છેેે, પરંતુ તેમાંં માત્ર ‘એ’ ગ્રેડનો જ કપાસ સ્વીકારવામાંં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાંં મુુકાયા છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક ‘બી’ ગ્રેડની ગુણવત્તાનો થઈ ગયો છેે. સીસીઆઈ દ્વારા યોગ્ય ગ્રેડ ન હોવાનું બહાનું બતાવી કપાસ રિજેક્ટ કરવામાંં આવતા, ખેડૂતોને પોતાનો માલ પરત લઈ જવો પડે એે અથવા તો ઓછા ભાવે ખાનગી વેપારીઓને વેચવા મજબૂર બનવું પડે છેે.
સાયલા-મોરી રોડ પર સ્થિત ખરીદી કેન્દ્ર અંતરિયાળ ગામડાઓથી ઘણું દૂર હોવાથી ખેડૂતો પર વાહન ભાડાનો મોટો બોજ પડી રહ્યો છેે. ખેડૂતોનો આક્ષેપ છેે કે સીસીઆઈ કેન્દ્ર પર જવાબદાર અધિકારીઓ કે એપીએમસીના કર્મચારીઓ હાજર રહેતા નથી, જેને કારણે ખેડૂતોની રજૂઆત સાંભળનાર કોઈ નથી. કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક ‘બી’ ગ્રેડના કપાસની ખરીદી શરૃ કરવા માંંગ કરી એે જેથી જગતના તાતને આથક નુકસાનથી બએાવી શકાય.


