E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : સુરત એરપોર્ટ પર ₹6.18 કરોડનું 'હાઈબ્રીડ ગાંજો' ઝડપાયું: બેંગકોકથી ડ્રગ્સ...

Gujarat : સુરત એરપોર્ટ પર ₹6.18 કરોડનું ‘હાઈબ્રીડ ગાંજો’ ઝડપાયું: બેંગકોકથી ડ્રગ્સ લાવતી મહિલા સહિતની ત્રિપુટી જેલભેગી

​સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને એક અત્યંત હાઈપ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી વાયા સુરત થઈને ભારતમાં કરોડોની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ ‘હાઇડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજો) ઘુસાડવાના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.
​ ​ડીસીપી ક્રાઈમની બાતમીના આધારે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ (IX-263) માં બેંગકોકથી આવેલા ચેન્નઈના મોહમ્મદ ઈકબાલ અહેમદ ખાન અને રાસીયા અબ્દુલ કપુરની અટકાયત કરવામાં આવી હતી. તેમની ચાર ટ્રોલી બેગની તપાસ કરતા, ઉપર અને નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી 17 કિલો 658 ગ્રામ ‘હાઇડ્રો વીડ’ મળી આવ્યું હતું. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹6,18,03,000/- થાય છે. પોલીસે ડ્રગ્સ ડિલિવરી લેવા આવેલા તમીમ ઈબ્રાહિમ અન્સારીની પણ ધરપકડ કરી છે.


​ ​આ રેકેટનો મુખ્ય સૂત્રધાર બેંગકોકમાં બેઠેલા મોહમ્મદ અલી અને મોહમ્મદ ઈબ્રાહિમ છે. આરોપીઓ એરપોર્ટના એક્સ-રે સ્કેનિંગ મશીનથી બચવા માટે ડ્રગ્સના પેકેટ પર કાર્બન પેપર અને ખાસ કોથળીઓ લપેટતા હતા. પકડાયેલા આરોપીઓ ‘કેરિયર’ તરીકે કામ કરતા હતા અને અગાઉ શ્રીલંકા, મલેશિયા અને સાઉદી અરેબિયાની મુસાફરી કરી હોવાનું ખુલ્યું છે.

​શું છે ‘હાઇડ્રો વીડ’?

 ​હાઇડ્રો વીડ એ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ (માટી વિના, પોષક પાણીમાં) થી ઉગાડવામાં આવતો અત્યંત શક્તિશાળી ગાંજો છે. તેમાં સામાન્ય ગાંજા કરતા THC (નશીલું તત્વ) નું સ્તર ઘણું ઊંચું હોય છે, જેના કારણે તે ખૂબ જ મોંઘું અને ઘાતક નશીલું દ્રવ્ય માનવામાં આવે છે.

​પકડાયેલ આરોપીઓ
(1) મોહમ્મદ ઈકબાલ અહેમદ ખાન (ચેન્નઈ) (2) રાસીયા અબ્દુલ કપુર (વેલોર/મલેશિયા) (3) તમીમ ઈબ્રાહિમ અન્સારી (કાંચીપુરમ).

​વોન્ટેડ આરોપીઓ
(1) મોહમ્મદ અલી (બેંગકોક) (2) મોહમ્મદ ઈબ્રાહિમ (બેંગકોક).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments