E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeGujaratGujarat : સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન

Gujarat : સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીઓના અંદાજે ૨૭૧૦ જેટલા કર્મચારીઓએ ઓનલાઇન કામગીરી અને પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડયો છે. વઢવાણ સહિતના તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આજે જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થઈ પ્રોજેક્ટ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ૧૬ માર્ચ સુધીમાં ઓનલાઇન કામગીરી બંધ કરવાનો નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર જિલ્લામાં આંગણવાડીના કામકાજ ઠપ્પ કરી હડતાળ પાડવામાં આવશે.

ખોડું આંગણવાડી કેન્દ્રના કર્મચારી હંસાબેન ટાંકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે નવા મોબાઈલ આપ્યા નથી, છતાં ખાનગી મોબાઈલ પર ઓનલાઇન કામગીરીનું દબાણ કરવામાં આવે છે. એપ્લિકેશનો વારંવાર અપડેટ થાય છે, પણ વર્ષ ૨૦૨૨થી અમારા પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વધુમાં, બાળકોના વજન, એફઆરએસ અને એમએમવાય વિતરણની ઓનલાઇન એન્ટ્રી તથા ફોટા અપલોડ કરવાની પ્રક્રિયાને કારણે બાળકોના શિક્ષણ અને પોષણ પર ગંભીર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆત દરમિયાન કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે આંગણવાડીમાં બાળકો માટે જે ચણા આપવામાં આવે છે તે સડેલા અને નબળી ગુણવત્તાના હોય છે. ગુણવત્તાના અભાવે અવારનવાર હોબાળા થતા હોવાથી પોષણક્ષમ અને સારી ક્વોલિટીની વસ્તુઓ આપવાની માંગ કરાઈ છે.

બહેનોની રજૂઆત મંત્રાલય સુધી પહોંચડાવમાં આવશેઃ આઇસીડીએસ ઓફિસર

આ મામલે આઇસીડીએસ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન ઝીડિયાએ જણાવ્યું હતું કે, ‘બહેનોની રજૂઆતો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચાડવામાં આવશે. તેમને નવા મોબાઈલ મળે અને કામગીરીમાં રાહત રહે તે માટે વિભાગ સ્તરે ભલામણ કરવામાં આવશે.’ હવે જોવાનું એ રહે છે કે ૧૬ માર્ચ પહેલા સરકાર આ પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે પછી આંગણવાડીઓને તાળાબંધી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments