E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGujarat : હાંસોટમાં બકરીને બચાવવા જતાં બાઈક સ્લીપ થતાં 37 વર્ષીય યુવાનનું...

Gujarat : હાંસોટમાં બકરીને બચાવવા જતાં બાઈક સ્લીપ થતાં 37 વર્ષીય યુવાનનું વૃક્ષ સાથે અથડાતાં કરુણ મોત

હાંસોટ-કંટીયાળજાળ રોડ પર અંભેટા ગામના 37 વર્ષીય મનીષ વસાવા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. તેમના ગામ નજીક માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી. બકરીને બચાવવાના પ્રયાસમાં તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બાઈક નજીકના વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મનીષ વસાવાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.


આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. હાંસોટ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Reporter : કેતન મહેતા, અંક્લેશ્વર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments