હાંસોટ અને અંકલેશ્વરમાં બકરી ઈદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હાંસોટના ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ સમાજના લોકો સવારના સમયે એકત્રિત થયા હતા.
મુસ્લિમ બિરાદરોએ સામૂહિક રીતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. નમાઝ બાદ સમાજના લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ઈસ્લામ ધર્મના આ મહત્વના તહેવારની ઉજવણી હાંસોટ અને અંકલેશ્વર વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજના લોકોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં કરી હતી. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
REPORTER : કેતન મહેતા, અંકલેશ્વર