એ 75 લાખની માંગણી મુદ્દે ફરી એક વાર સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવ્યા હતાં સાંસદ મનસુખ વસાવાની કલેકટર ની મુલાકાતમાં કલેકટર યુટર્ન માં ચૈતર વસાવા એ મારી ચેમ્બરમાં નહીં પણ હેલિપેડ કેવડિયા ખાતે અધિકારીની હાજરી માં 75 લાખ રૂપિયાની માંગણી ચૈતર વસાવાએ કરી હોવાની મીડિયા સમક્ષ કબૂલાત કરતાં સાંસદ મનસુખ વસાવા પોતે સાચા છે અને ચૈતર વસાવા ખોટા છે એવું સાબિત કરતાં ગણતરીના કલાકો પછી આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ તરતજ સર્કિટ હાઉસ રાજપીપલા ખાતે પત્રકાર પરિષદ બોલાવી ચોકાવનારી હકીકત જણાવતા પુન:રાજકીય ભૂકંપ સર્જાતા ભરૂચ નર્મદાના રાજકારણ માં ખળ ભળાટ મચી ગયો હતો.
કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, છે માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોડવી પડી સરકારે ઉપરથી કલેકટરને કહ્યું કે “સત્તા સામે શાણપણ સારું ન લાગે, અમે કહીશું તેમ આવતીકાલે બોલજો”અમને મળતી માહિતી અનુસાર કલેક્ટરને ED સુધીની ધમકી આપવામાં આવીછે .મનસુખભાઈ મારા પર જે 75 લાખનો આરોપ લગાવ્યો હતો તેને કલેક્ટરે અગાઉ નકારી કાઢ્યો હતોહવે યૂટર્ન લે છે.આ લોકોએ મારા વિરુદ્ધ એક સ્ક્રિપ્ટ બનાવવામાં આવીછે. બધું પ્રિ પ્લાન હતું.

ત્યારે કલેકટરને અમારી અપીલ છે કે કે તમે નીડર રહો, અમે તમારી સાથે છીએ.પહેલા મનસુખભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી, એમાં હેલીપેડનો કોઈ ઉલ્લેખ ન હતોમનસુખભાઈએ કહ્યું એમ એમની પાસે કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ રેકોર્ડિંગ હોય તો તેને જનતા સમક્ષ જાહેર કરો.
વડાપ્રધાનના કાર્યક્રમની વિગત મેં મારા અધિકાર અંતર્ગત માંગી છે પણ મનસુખભાઈના પેટમાં તેલ રેડાયું.મનસુખભાઈ બૌખલાઈ ગયા છે, માટે એમણે સરકાર અને ભાજપના ઉચ્ચ નેતાઓને રાજીનામાની ધમકી આપીહતી .કલેક્ટર જો આજે મનસુખભાઈની વાતને સમર્થન આપતા હોય તો એમને કહીશ કે બંધારણીય પદ પર બેસીને બે મોઢાની વાત કરો નહીંમારી રાજકીય કારકિર્દી અને મારા માન સમ્માનને નુકસાન થાય, એવી કોઈ પણ વસ્તુને સહન કરવામાં આવશે નહીં.જે પણ 10 ગણા ખર્ચાઓ થયા છે, તે મુદ્દે અમે CID તપાસની માંગપણ કરી હતી.
ચૈતર વસાવા એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટ મેળવેલ એજન્સીઓ મનસુખભાઈની સાથેની હોવાનું કહેવાય છે, જેને કારણે હવે તેમનું ચાલ-ચરિત્ર બહાર આવી ગયું છે, તેને તેઓ બચાવવા માંગે છે.અમે હવે ત્રીજીવાર કાર્યક્રમની માહિતી માંગીશું, પાંચ દિવસમાં જો માહિતી નહીં મળે તો કલેક્ટર કચેરી સામે સમર્થકોને લઈને હું ધરણા પર બેસીશએવી ચીમકી પણ આપી હતી.કાર્યક્રમમાં આજે 50 કરોડ ખર્ચાયા તે નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસના પૈસા હતા, તેનો અમે હિસાબ લઈશું.
Reporter : દીપક જગતાપ, રાજપીપલા


