રાજ્યામાં ચોમાસું જામી રહ્યુ છે. ત્યારે આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. તો અન્ય સ્થળે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

ચોમાસાની શરૂઆત થતાં જ વાતાવરણમાં હળવી ઠંડકનો અનુભવ થવા લાગે છે. આકાશ સ્વચ્છ દેખાય છે. અને ચારેય બાજુ હરિયાળી જોવા મળે છે. ત્યારે આ વર્ષે વરસાદે મે મહિનાથી જ પોતાની દસ્તક આપવાની શરુ કરી હતી. મે મહિનો આમ તો ભારે ગરમી માટે જાણીતો છે. પરંતુ આ વખતે વરસાદે ગરમીનો અનુભવ ન થવા દીધો. અને મે મહિનામાં વરસાદી માહોલ બનાવ્યો હતો. હવે જુન શરૂ થતા સત્તાવાર ચોમાસું શરુ થયો હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને સ્થાનિકોને પાણી ભરાવવાની મુશ્કેલી ઓછી જોવા મળશે. તો આ તરફ, રાજ્યના અન્ય સ્થળોએ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇને હરિયાળું વાતાવરણની મજા માણી શકાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરુ થતા સાપુતારા જવા માટે પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં જે રીતે વરસાદ પોતાનો માહોલ જમાવી રહ્યો છે. તેને જોતા ખેડૂતો ખૂબ ખુશ દેખાઇ રહ્યા છે. તેમને વાવણી માટે નવું જીવનદાન મળ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં પડવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.