E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeSportsGujarat Titansના ફેન્સ માટે સારા સમાચાર, ડ્રગ્સ માટે રબાડા પરનો પ્રતિબંધ હટાવાયો

Gujarat Titansના ફેન્સ માટે સારા સમાચાર, ડ્રગ્સ માટે રબાડા પરનો પ્રતિબંધ હટાવાયો

ગુજરાત ટાઈટન્સના ખેલાડી કાગીસો રબાડા પર ડ્રગ્સ લેવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે આ ખેલાડી ટીમમાં પરત ફરી શકે છે, કારણ કે રબાડા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેને ડ્રગ એબ્યુઝ ટ્રીટમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કરી લીધો છે, જેના પછી આ ખેલાડી હવે IPL ટુર્નામેન્ટમાં પરત ફરી શકે છે.

ગુજરાત ટાઈટન્સના ખેલાડીની ટીમમાં વાપસી

આ IPL સીઝનની શરૂઆતમાં કાગીસો રબાડા ગુજરાત ટાઈટન્સ માટે બે મેચ રમી ચૂક્યો છે. આ ખેલાડીએ પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે અને બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. આ પછી, રબાડાને તેના દેશ દક્ષિણ આફ્રિકા પાછા બોલાવવામાં આવ્યો, કારણ કે તે પ્રતિબંધિત પદાર્થોના સેવનનો દોષી સાબિત થયો હતો. ખેલાડીએ પ્રતિબંધિત દવાઓનું સેવન કર્યું હોવાથી, નિયમ મુજબ તેને થોડા સમય માટે રમતથી દૂર રાખવામાં આવ્યો હતો.

રબાડાનો આખો મામલો શું છે?

કાગીસો રબાડાએ ભારત આવતા પહેલા જાન્યુઆરીમાં SA20 દરમિયાન ડોપિંગ ટેસ્ટ કરાવ્યો હતો. ખેલાડીના આ ડોપિંગ ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવ્યું. આ કારણે, દક્ષિણ આફ્રિકાના ડોપિંગ વિરોધી નિયમો મુજબ રબાડા પર કામચલાઉ સમયગાળા માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ માહિતી એક પ્રેસ રિલીઝ દ્વારા સામે આવી.

બાડાને મળી પરમિશન

રબાડાએ દક્ષિણ આફ્રિકામાં ડ્રગના દુરુપયોગની સારવારના બે સત્ર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા, જેના પગલે તેનું સસ્પેન્શન હટાવી લેવામાં આવ્યું. આ સસ્પેન્શન હટાવવા સાથે, રબાડાને હવે IPLમાં ગુજરાત ટાઈટન્સ સામે રમવાની પરમિશન મળી ગઈ છે. રબાડા ગુજરાત ટાઈટન્સની આગામી મેચોમાં જોવા મળી શકે છે. ગુજરાત હાલમાં IPL પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી ટીમ છે.

IPLમાં લીધી છે 100 થી વધુ વિકેટ

કાગીસો રબાડા તેની ઘાતક બોલિંગ માટે જાણીતો છે. તેના યોર્કર બોલ અજોડ છે. અત્યાર સુધીમાં તેને 82 IPL મેચોમાં 119 વિકેટ લીધી છે. વર્તમાન સિઝન બેન થયા પહેલા તેને ગુજરાત ટાઈટન્સ માટે બે મેચ રમી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments