E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat Weather : ઉત્તરથી પૂર્વ દિશાના પવનો ફૂંકાતા હવે કડકડતી ઠંડીનો અહેસાસ...

Gujarat Weather : ઉત્તરથી પૂર્વ દિશાના પવનો ફૂંકાતા હવે કડકડતી ઠંડીનો અહેસાસ થશે, કચ્છના નલિયામાં 09 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહશે. મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે. અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી નીચુ 09 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 13.5, કંડલા એરપોર્ટમાં 11.5, અમરેલીમાં 12, ડીસામાં 12.8, વડોદરામાં 13, રાજકોટમાં 13.2, પોરબંદરમાં 13.4 વલ્લભ વિદ્યાનગરમાં 15.5, ભુજમાં 14.4, ભાવનગરમાં 15.4, સુરેન્દ્રનગરમાં 15.5, મહુવામાં 15.3, કેશોદમાં 15.5, દમણમાં 15, દ્વારકા 17.6, દીવમાં 16.6, સુરતમાં 19.4, વેરાવળમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments