E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeLIFE STYLEHair Care Tips : વાળને બનાવો કુદરતી રીતે મજબૂત અને સ્વસ્થ આ...

Hair Care Tips : વાળને બનાવો કુદરતી રીતે મજબૂત અને સ્વસ્થ આ દેશી નુસખો થી…..

આજકાલ, આપણી બદલાતી ખાવાની આદતોને કારણે, વાળમાં ખોડો, શુષ્કતા અને વાળ ખરવા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો વાળને સ્વસ્થ રાખવા માટે મોંઘા ઉપચારનો આશરો લે છે, પરંતુ તેમને કોઈ પરિણામ મળતું નથી. તમારે હવે મોંઘા ઉત્પાદનોની જરૂર રહેશે નહીં. અહીં, અમે એક સસ્તો અને અસરકારક ઘરેલું ઉપાય શેર કરવા જઈ રહ્યા છીએ. વાળને તૂટતા બચાવવા અને મજબૂત કરવા અજમાવો આ ઉપાય.

ઘરના રસોડામાં જ ઔષધિનો ખજાનો છે. ગરમીમાં સામાન્ય રીતે લોકો દહીંનું સેવન વધુ કરે છે. આ દહીં ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં વાળ માટે પણ ઉપયોગી છે. દહીં સાથે આ એક વસ્તુનો ઉપયોગ કરી તમે વાળની સમસ્યા દૂર કરી શકો છો. જો તમે વાળ તૂટવા, નબળા, નિર્જીવ વાળ અને ખોડાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમે દહીં એક બેસ્ટ રેમેડી બની શકે છે. દહીંમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, લેક્ટિક એસિડ અને ફેટી એસિડ જેવા પોષક તત્વો હોય છે, જે વાળ માટે ફાયદાકારક છે.

એક બાઉલ લો, તેમાં દહીં અને બજારમાં મળતી સામાન્ય નહીં પરંતુ નુપુર મહેંદીનું મિશ્રણ ઉમેરો. પેસ્ટ ખૂબ પાતળી થાય ત્યાં સુધી બ્રશ વડે મિક્સ કરો. હવે, પેસ્ટને તમારા હાથમાં લો અને તેને ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક સુધી તમારા વાળના મૂળમાં લગાવો. પછી તમારા વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો. વાળમાં મહેંદી અને દહીં લગાવવાથી વાળ મજબૂત બને છે. આ મિશ્રણને નિયમિતપણે વાળમાં લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને તે વધુ સિલ્કી થાય છે. આ મહેંદીમાં એવા ગુણધર્મો છે જે ખોડાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ બંનેની પેસ્ટ નિયમિતપણે વાળ પર લગાવવાથી વાળ નરમ અને મુલાયમ બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments