E-Paper
Thursday, March 5, 2026
E-Paper
HomeHealthHealth : આંખોની ઉપર થતો દુખાવો: સામાન્ય ચશ્માના નંબર કે મગજની કોઈ...

Health : આંખોની ઉપર થતો દુખાવો: સામાન્ય ચશ્માના નંબર કે મગજની કોઈ ગંભીર બીમારી? જાણો ક્યારે સાવધાન થવું જરૂરી

ઘણીવાર આપણે આંખોની ઉપરના ભાગમાં કે કપાળમાં સતત દુખાવો અનુભવતા હોઈએ છીએ. મોટાભાગના લોકો તેને સામાન્ય માથાનો દુખાવો માનીને પેઈનકિલર લઈ લેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ દુખાવો તમારી નબળી દ્રષ્ટિ અથવા મગજની કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે? લોકો ઘણીવાર મગજની બીમારીના ડરથી સીટી સ્કેન જેવા મોંઘા ટેસ્ટ કરાવે છે, છતાં રિપોર્ટ નોર્મલ આવે છે. ખરેખર આ દુખાવો કયા કારણોસર થાય છે અને ક્યારે ગંભીરતાથી લેવો જોઈએ, તે સમજવું ખૂબ જ જરૂરી છે

નબળી દ્રષ્ટિ અને ચશ્માના નંબર હોઈ શકે છે મુખ્ય કારણ
માથામાં આંખોની બરાબર ઉપર થતા દુખાવાનું સૌથી સામાન્ય કારણ આંખોની નબળી દ્રષ્ટિ અથવા ચશ્માના નંબરમાં ફેરફાર હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિની નજર નબળી પડે છે અને તે ચશ્મા નથી પહેરતી, અથવા જૂના નંબરના ચશ્મા ચાલુ રાખે છે, ત્યારે આંખો પર વધુ દબાણ (Presure) આવે છે. આ દબાણને કારણે આંખોની ઉપરના ભાગમાં દુખાવો શરૂ થાય છે જે ધીમે-ધીમે કપાળ સુધી પ્રસરે છે. આ સ્થિતિમાં માથું ભારે લાગવું અને ક્યારેક ધૂંધળું દેખાવું જેવા લક્ષણો પણ જોવા મળે છે.

ક્યારે આ મગજની બીમારી અથવા ટ્યુમરનો સંકેત હોઈ શકે?
જો આંખોની ઉપરનો દુખાવો માત્ર કપાળ સુધી સીમિત છે, તો તે મગજની બીમારી હોવાની શક્યતા ઓછી છે. પરંતુ, જો દુખાવો ખૂબ જ તીવ્ર હોય અને તે માથાના પાછળના ભાગ કે ગરદન સુધી જતો હોય, તો સાવધાન થવું જોઈએ. આ ઉપરાંત, જો દુખાવાની સાથે ચક્કર આવવા, શરીરનું કોઈ અંગ અચાનક સુન્ન થઈ જવું અથવા વારંવાર ઉલ્ટી થવી જેવા લક્ષણો દેખાય, તો તે મગજમાં સોજો અથવા ટ્યુમર જેવી ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવા કિસ્સામાં વિલંબ કર્યા વગર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.

માઇગ્રેન અને અન્ય સંકેતો
આંખોની આસપાસનો દુખાવો માત્ર દ્રષ્ટિની નબળાઈ જ નહીં, પણ માઇગ્રેનનું પણ લક્ષણ હોઈ શકે છે. માઇગ્રેનમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં અથવા આંખોની પાછળ તેજ દુખાવો અનુભવાય છે. જો તમારી દ્રષ્ટિના ટેસ્ટ નોર્મલ આવે છે અને છતાં દુખાવો ચાલુ રહે છે, તો તે ન્યુરોલોજીકલ કારણ હોઈ શકે છે.

આંખોના દુખાવાથી બચવા માટેના ઉપાયો
આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમ વધી જવાથી આંખોની સમસ્યાઓ સામાન્ય બની છે. આનાથી બચવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
નિયમિત તપાસ: દર 6 મહિને આંખોનું ચેકઅપ કરાવવું જોઈએ.
20-20-20 નિયમ: દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવી 20 ફૂટ દૂરની વસ્તુને 20 સેકન્ડ સુધી જુઓ.
સ્ક્રીનનો મર્યાદિત ઉપયોગ: મોબાઈલ અને લેપટોપનો બિનજરૂરી ઉપયોગ ટાળો.
પૂરતી ઊંઘ અને આહાર: આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન-એ યુક્ત આહાર લો અને પૂરતી ઊંઘ લો.
જો તમને માત્ર આંખોની ઉપર જ દુખાવો થાય છે, તો સૌ પ્રથમ આંખના ડોક્ટર પાસે જઈને વિઝન ટેસ્ટ કરાવવો હિતાવહ છે. મોટાભાગના કિસ્સામાં માત્ર ચશ્માના નંબર બદલવાથી આ દુખાવામાં રાહત મળી જાય છે. પરંતુ જો અન્ય ગંભીર લક્ષણો જણાય, તો જ ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments