E-Paper
Tuesday, March 10, 2026
E-Paper
HomeHealthHealth : વાળમાં ઘરે કલર કરનારાઓ આ ખાસ ટીપ્સ, આટલી વાતનું રાખો...

Health : વાળમાં ઘરે કલર કરનારાઓ આ ખાસ ટીપ્સ, આટલી વાતનું રાખો ખાસ ધ્યાન

વાળને જો તમે ઘર પર કલર કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આ લેખમાં વાળને કલર કેવી રીતે કરવો, તેના દરેક સ્ટેપ શીખવાડીશું. જેથી તેને અપનાવીને તમે ઘરમાં જ વાળને કલર કરી શકો છો. વાળમાં હેર કલર કરવાની ફેશન અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. સ્ટાઇલિશ તેમજ ફેશનેબલ લાગવા માટે વાળને જો તમે ઘર પર કલર કરો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને આ લેખમાં વાળને કલર કેવી રીતે કરવો, તેના દરેક સ્ટેપ શીખવાડીશું. જેથી તેને અપનાવીને તમે ઘરમાં જ વાળને કલર કરી શકો છો.

આપણા શરીરમાં અમુક ઉંમર પછી સફેદ વાળ દેખાવાનું શરૂ થાય છે. હાલ બદલાતી લાઇફસ્ટાઇલ, વધતો તણાવ, ખોટું ખાનપાન અને પ્રદૂષણ આના પાછળ મુખ્ય કારણ છે. ઘણા લોકો સફેદ વાળને છુપાવવા ડાઈ કે કલરનો ઉપયોગ કરે છે. બજારમાં અલગ અલગ પ્રકારની હેર ડાઈ અને ઇન્સ્ટન્ટ કલર ઉપલબ્ધ છે. જેના દ્વારા તમારા વાળનો રંગ તમે અમુક સમય પ્રમાણે તમારા મુજબ કરી શકો છો.

જોકે હેર ડાઈનો કે કલરનો ઉપયોગ કરતા લોકો હંમેશા પોતાના વાળના રંગ પર ધ્યાન આપે છે. સાથે જ લોકોને એવું પણ થતું હોય છે કે શું આની અસર સ્કિન પર પડી શકે છે કે નહીં. હેર ડાઈ કે કલર લગાવતા સમયે કાનની આસપાસ કે ગરદનની આસપાસની સ્કિન સંપર્કમાં આવે છે. આ વસ્તુઓથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ વધી શકે છે.

એક્સપર્ટ ડોક્ટરોનું કહેવું છે કે હેર ડાઈમાં જે કેમિકલ રહેલું હોય છે તે સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા લોકોને આના કારણે એલર્જી, ખંજવાળ કે પછી બળતરાની સમસ્યા થતી હોય છે. જ્યારે ડાઈ કે કલર સ્કિનના સંપર્કમાં આવે તો તે સ્કિનને સેન્સિટિવ બનાવી શકે છે. ઘણા કેસમાં સ્કિન પર લાલાશ, રેશિઝ કે પછી સોજા પણ આવી જતા હોય છે.

લાંબા સમય સુધી વારંવાર હેર ડાઈ કે કલર વાપરવામાં આવે તો તેના કારણે સ્કિનને અસર થઈ શકે છે. જેમાં સ્કિન ડ્રાય થવાનું જોખમ વધારે છે. આ સિવાય અમુક લોકોને ડાઈ લગાવ્યા બાદ માથાની સ્કિનમાં બળતરા કે ખંજવાળ આવી શકે છે. જે લોકોની સ્કિન પહેલાથી સેન્સિટિવ છે તે લોકોમાં આ સમસ્યા પહેલા થતી હોય છે. જેથી હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે.

હેર ડાઈ કે કલરનો ઉપયોગ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. ડાઈ કે કલર કરાવતા પહેલા હંમેશા પેચ ટેસ્ટ કરવો જોઈએ જેથી એ વાતનો ખ્યાલ આવી શકે કે સ્કિનને તેનાથી એલર્જી થાય છે કે નહીં. વાળમાં ડાઈ કે કલર કરતા પહેલા કાન અને ગરદનની આસપાસ વેસેલિનની ક્રીમ લગાવી શકાય છે. જેથી ડાઈ સીધી સ્કિન પર અસર ન કરે.

હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે સારી બ્રાન્ડની ડાઈ કે કલરનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ જેમાં કેમિકલ ઓછા હોય તેવી ડાઈ કે કલરનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ ડાઈ કે કલર કરી લીધા બાદ સ્કિનને યોગ્ય રીતે સાફ કરવી પણ જરૂરી છે. જો ડાઈ કે કલર લગાવ્યા બાદ વાળમાં ખંજવાળ આવે કે બળતરા થાય તો તેને નજરઅંદાજ ન કરવા જોઈએ.

જો ડાઈ કે કલર લગાવ્યા બાદ વાળમાંથી ખંજવાળ આવે કે બળતરા થાય ત્યારે આવી સ્થિતિમાં પહેલા વાળ ધોવા જોઈએ. જો વધારે સમસ્યા હોય તો ડૉક્ટર સાથે સલાહ લેવી જરૂરી છે. વારંવાર ડાઈ કે કલર વાળમાં ન લગાવવો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રાકૃતિક રીતે વાળની દેખભાળ રાખી શકાય છે. જેથી સ્કિનને સ્વસ્થ રાખી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments