E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeHealthHealth : શેરડીનો રસ કે નારિયેળ પાણી?, ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે...

Health : શેરડીનો રસ કે નારિયેળ પાણી?, ઉનાળામાં પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે શ્રેષ્ઠ શું? જાણો એક્સપર્ટ પાસેથી

ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ ઋતુમાં લોકો ડ્રિક્સ વધુ પીવે છે. જેમાં નારિયળ પાણી અને શેરડીનો રસ તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબીત થઈ શકે છે. આજે તમને તેના ફાયદા વિશે જણાવીશું.

નાળિયેર પાણીને ઉનાળાનું ‘સુપર ડ્રિંક’ કહેવામાં આવે છે, પરંતુ તેની કિંમત વધુ હોવાને કારણે લોકો તેને પીવાનું ટાળે છે. તેની જગ્યાએ 10-20 રૂપિયાનો શેરડીનો રસ પીને શરીરને હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે વાત સાફ-સફાઈની આવે, ત્યારે શેરડીના રસથી અંતર રાખવું જ સારું છે. તેમ છતાં ભારતમાં મોટાભાગના લોકો ગરમીના કહેરથી બચવા માટે સસ્તા શેરડીના રસને જ પસંદ કરે છે. નિષ્ણાતોના મતે બંને પોતાની જગ્યાએ યોગ્ય છે, પરંતુ ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે તેની મૂંઝવણ વારંવાર લોકોમાં રહે છે. જોકે બંનેનો સ્વાદ સારો છે, પરંતુ આ બાબતમાં શેરડીનો રસ બાજી મારી જાય છે.

અમે તમને શેરડીનો રસ અને નાળિયેર પાણીની સરખામણી કરીને જણાવવા જઈ રહ્યા છીએ કે, ઉનાળામાં કોને પીવું શ્રેષ્ઠ છે. સાથે જ જાણો કે આ બંનેનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

એક્સપર્ટ અનુસાર, આ બંને વસ્તુઓના પોતાના ફાયદા છે. શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે નારિયેળ પાણીમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જાળવી રાખે છે. ડિહાઇડ્રેશનથી બચાવવા સિવાય તે શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.

શેરડીનો રસ હીટ સ્ટ્રોકથી બચાવવામાં પણ અસરકારક હોય છે અને ડિહાઇડ્રેશન અટકાવવા માટે એક ઉત્તમ ડ્રિંક છે. શેરડીનો રસ શરીરને ઠંડક આપે છે અને એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ત્વચા માટે પણ ફાયદાકારક છે, કારણ કે તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. તેને પીવાથી લીવર ડિટોક્સિફાઇ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments