હિમાચલ પ્રદેશના હવામાનમાં આવ્યો પલટો. મનાલી અને લાહૌલ ઘાટીમાં હિમવર્ષા શરૂ થતાં સમગ્ર વિસ્તાર બરફની ચાદરથી ઢંકાઈ ગયો છે. ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સ્થાનિક પ્રશાસને લોકોને કર્યા એલર્ટ.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રીના મનાલી અને લાહૌલ ઘાટીના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. સવાર થતાં જ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષામાં પરિવર્તિત થઈ ગયો. ખાસ કરીને અટલ ટનલ રોહિતાંગના સાઉથ પોર્ટલ આસપાસના અનેક વિસ્તારમાં તાજી હિમવર્ષા થઈ છે.. લાહૌલના કોકસર, જિસ્પા, દારચા, શિંકુલા અને બરાલાચા-લા સહિતના વિસ્તારોમાં ભારે બરફબારી નોંધાઈ છે. ઉપરાંત રોહિતાંગ ટોપ પર પણ બરફની જાડી પરત જોવા મળી રહી છે. જેના કારણે આખી ઘાટીનું દૃશ્ય ખૂબ જ મનમોહક બની ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી હવામાન સ્વચ્છ હતું, પરંતુ આ અચાનક બદલાવને કારણે ફરીથી ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. કુલ્લુ જિલ્લામાં પણ વરસાદ ચાલુ રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
શઇમલા હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ 29 માર્ચથી 3 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં હળવીથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગે 29થી 3 એપ્રિલ સુધી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે, જેને કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સાવચેતીના પગલાં લીધા છે. ખાસ કરીને સોલંગ વેલી તરફ જતા માર્ગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.ટુ વ્હિલર ચાલકોને સોલંગ બેરિયરથી આગળ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.કામ વગર બહાર ન નીકળવા સ્થાનિક પ્રશાસને લોકોને કરી છે અપીલ.


