જૂના ટૂથબ્રશને ફેંકી દેવાને બદલે ઘરના અનેક નાના-મોટા કામોમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જાણો ઉપયોગ કરવાની સરળ ટીપ્સ.ભારતીયો અને તેમની સ્વદેશી જુગાડ મોટાભાગે સફળ જાય છે. આપણા લોકોની ખાસિયત છે કે તેઓ એક વસ્તુનો અનેક રીતે ઉપયોગ કરે છે. કેટલીકવાર તો વસ્તુ નકામી થયા બાદ પણ તેનો અન્ય કાર્યોમાં ઉપયોગ કરીએ છીએ. આપણે વસ્તુઓનો ઉપયોગ ત્યાં સુધી કરતા રહીએ છીએ જ્યાં સુધી તે સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય. ભારતીયોનો આ દેશી જુગાડ કરવાની રીત તેમના કેટલાક કામ સરળ બનાવે છે અને પૈસાની બચત પણ કરે છે.
આપણે પહેરવા માટે અને પછી સફાઈ માટે નવા કપડાં વાપરીએ છીએ. પરંતુ તે જૂના થઈ જાય તો તેનો પગલૂંછિયણા અથવા નેપકિન તરીકે ઉપયોગ કરીએ છીએ. જ્યારે ટૂથપેસ્ટ ખતમ થઈ જાય છે, ત્યારે આપણે તેને રોલ કરીએ છીએ અને તે સંપૂર્ણપણે ખતમ ન થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. આપણી માતાઓ અને દાદીમાઓ ઘણીવાર વિવિધ હેતુઓ માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરે છે. જૂના ટૂથબ્રશને ફેંકી દેવાને બદલે ઘરના અનેક નાના-મોટા કામોમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જૂનું એટલું નકામું હોતું નથી, તેનો અનેક રીતે થઈ શકે છે ઉપયોગ.

જૂના ટૂથબ્રશને ફેંકી દેવાના બદલે તમે મિક્સરની બ્લેડની નીચે જામી ગયેલો કચરો કે કપલરના ખાંચા સાફ કરવા તેમજ ગેસના બર્નરના ઝીણા કાણાંમાં જામી ગયેલી મેંશ કે કચરો સાફ કરવા માટે ઉપયોગ કરી શકો છો. આદુ કે ચીઝ છીણ્યા પછી છીણીમાં ભરાઈ રહેલા રેશાને તમે નકામા ટૂથબ્રશની મદદથી સરળતાથી કાઢી શકો છો. ઘરમાં ટાઇલ્સ વચ્ચેની લાઈનો (Grout) માં જામી ગયેલી ચીકાશ કે ફૂગ સાફ કરવા માટે ટૂથબ્રશ પર થોડો ડિટર્જન્ટ લગાવી ઘસો. નળના સાંધા અને કિનારીઓ પર જામી ગયેલા સફેદ ડાઘ (ક્ષાર) સાફ કરવા માટે વિનેગર અને ટૂથબ્રશનો ઉપયોગ કરી શકાય.સ્લાઇડિંગ બારીની ચેનલમાં જામી ગયેલી ધૂળ કાઢવા માટે તે ખૂબ ઉપયોગી છે. આ રીતે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી તમે પૈસાની બચત કરી શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


