E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaIndia : ગૃહ મંત્રાલયની ચેતવણી, કોલ ફોરવર્ડિંગ સ્કેમથી બચો, 2 સેકન્ડમાં કરો...

India : ગૃહ મંત્રાલયની ચેતવણી, કોલ ફોરવર્ડિંગ સ્કેમથી બચો, 2 સેકન્ડમાં કરો ફોન ચેક

ગૃહ મંત્રાલય હેઠળની I4C એજન્સીએ કોલ ફોરવર્ડિંગ આધારિત નવા સાયબર સ્કેમ અંગે ચેતવણી આપી છે. માત્ર એક કોડ ડાયલ કરીને તમે જાણી શકો છો કે તમારો ફોન સુરક્ષિત છે કે નહીં.

સાયબર સ્કેમર્સ સતત નવી નવી રીતો અપનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. હવે તેઓ સ્માર્ટફોનની એક સામાન્ય સુવિધા કોલ ફોરવર્ડિંગનો ખતરનાક રીતે દુરુપયોગ કરી રહ્યા છે. ગૃહ મંત્રાલય (MHA) હેઠળ કાર્યરત સાયબરડોસ્ટ I4C એ આ અંગે સત્તાવાર સલાહ (Advisory) જારી કરી છે.

I4C દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે સ્કેમર્સ ગુપ્ત રીતે કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી દે છે. એકવાર કોલ ફોરવર્ડ થઈ જાય પછી, ફોન પર આવતા બેંક OTP, વેરિફિકેશન કોલ્સ અને ખાનગી માહિતી સ્કેમર્સ સુધી પહોંચી શકે છે. આ કારણે બેંક ખાતું ખાલી થવાનો અને WhatsApp જેવા એકાઉન્ટ હેક થવાનો પણ મોટો ખતરો રહે છે.

I4C દ્વારા શેર કરાયેલા પોસ્ટર મુજબ, વપરાશકર્તાઓ માત્ર એક કોડ ડાયલ કરીને પોતાની સ્થિતિ ચેક કરી શકે છે. *#21# ડાયલ કરો જો સ્ક્રીન પર “Not Forwarded” દેખાય, તો તમારો ફોન સુરક્ષિત છે. જો કોઈ અજાણ્યો નંબર દેખાય, તો તેનો અર્થ એ છે કે તમારા કોલ્સ ફોરવર્ડ થઈ રહ્યા છે અને તમારો ફોન જોખમમાં હોઈ શકે છે. આ સ્થિતિમાં સ્કેમર્સ તમારા બેંક સંબંધિત કોલ્સ, OTP અને અન્ય મહત્વની માહિતી મેળવી શકે છે.

કોલ ફોરવર્ડિંગ બંધ કરવું ખૂબ જ સરળ છે. ##002# ડાયલ કરો, આ કોડ ડાયલ કરતા જ તમારા ફોનમાં ચાલુ તમામ કોલ ફોરવર્ડિંગ સેવાઓ તાત્કાલિક બંધ થઈ જશે. ગૃહ મંત્રાલયની સલાહ મુજબ, જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને તે વ્યક્તિ તમને સ્ટાર (*) અથવા હેશ (#) થી શરૂ થતો કોડ ડાયલ કરવા કહે, તો ભૂલથી પણ એવું ન કરો. આ રીતે સ્કેમર્સ તમારા ફોનની સેટિંગ્સ બદલી શકે છે.

થોડી જ સાવધાની અને યોગ્ય માહિતીથી તમે મોટા સાયબર સ્કેમથી બચી શકો છો. પોતે પણ સતર્ક રહો અને આ માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments