E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeWorldInternational : ઇઝરાયલનો ઈરાન પર હુમલો : સેના પ્રમુખનું મોત

International : ઇઝરાયલનો ઈરાન પર હુમલો : સેના પ્રમુખનું મોત

ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના લડાકુ વિમાનોએ શુક્રવારે સવારે દુશ્મન દેશ પર હુમલો કર્યો. ન્યૂ યોર્ક ટાઇમ્સ અનુસાર, ઇઝરાયલી સેનાએ તેહરાનની આસપાસના ઓછામાં ઓછા 6 લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ 6 સ્થળોમાંથી 4 સ્થળોએ પરમાણુ ઠેકાણા પણ હાજર છે. ઈરાનના રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે ઇઝરાયલી હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર હુસૈન સલામીનું મૃત્યુ થયું છે. અલ-જઝીરા અનુસાર, ઈરાનના બે અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકો મોહમ્મદ મેહદી તેહરાનચી અને ફરદૂન અબ્બાસી પણ હુમલામાં માર્યા ગયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના આર્મી ચીફ મોહમ્મદ બાઘેરી, અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ અને કેટલાક વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ હુમલામાં માર્યા ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments