E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeIPLIPL 2025: આજે RCB અને પંજાબ વચ્ચે ફાઈનલ મુકાબલો, ઋષિ સુનક પણ...

IPL 2025: આજે RCB અને પંજાબ વચ્ચે ફાઈનલ મુકાબલો, ઋષિ સુનક પણ નિહાળશે મેચ, વરસાદનું વિઘ્ન

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને પંજાબ કિંગ્સ પોતાની પ્રથમ આઈપીએલ ટ્રોફી માટે આકરો મુકાબલો કરશે. બંને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 રહી હતી. આ મેચને જોવા મટે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક પણ પહોંચ્યા છે. ઋષિ સુનક વિરાટ કોહલીના મોટા ચાહક હોવાથી તેઓ અમદાવાદ આ ફાઈનલ મેચ નિહાળવા પહોંચ્યા છે.

મોટી સંખ્યામાં લોકો મોદી સ્ટેડિયમ ઉમટી પડ્યા છે. આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદ વિઘ્ન બની શકે છે. આજે બપોરે 4.00 વાગ્યા આસપાસ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી હોવાથી સાંજે મેચ સમયે વરસાદ વિઘ્ન બની શકે છે. 

IPL 2025 Final Live Updates: 

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગ્લુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments