HomeIndiaJabalpur : કમળની દાંડીથી શ્વાસ લઈને 5 કલાક તળાવમાં છુપાયો આરોપી,પોલીસે પાતાળમાંથી...

Jabalpur : કમળની દાંડીથી શ્વાસ લઈને 5 કલાક તળાવમાં છુપાયો આરોપી,પોલીસે પાતાળમાંથી શોધી કાઢ્યો

જબલપુરમાં પોલીસથી બચવા માટે એક રીઢા ચોરે દેશી જુગાડથી પોતાનો જીવ બચાવ્યો, તળાવમાં કૂદેલા ચોરે કમળની ખોખલી દાંડીથી શ્વાસ લઈ 5 કલાક સુધી પાણીમાં રહ્યો.પોલીસને હંફાવ્યા બાદ અંતે પાતાળમાંથી મળી આવ્યો ચોર.

મધ્યપ્રદેશના જબલપુરમાં ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસથી બચવા માટે એક રીઢા ગુનેગારે દેશી જુગાડનો એવો ઉપયોગ કર્યો કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. મહિલા મુસાફરોનો સામાન ચોરતા એક શાતિર ગુનેગારે પોલીસની પકડથી બચવા માટે સતત 5 કલાક સુધી તળાવના ઠંડા પાણીમાં કમળની દાંડીથી શ્વાસ લઈને પાણીમાં છુપાઈ રહ્યો હતો.

સિહોરા રેલવે સ્ટેશન નજીક RPFએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પોતાની પાછળ આવતી જોઈને આરોપીએ જીવ બચાવવા માટે દોટ મૂકી અને નજીકના એક ઊંડા તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસને એમ હતું કે તે થોડી વારમાં બહાર આવી જશે, પરંતુ કલાકો વીતવા છતાં આરોપી પાણીની બહાર ન આવતા પોલીસની ચિંતા વધી ગઈ.


કમળની દાંડીનો લીધો સહારોચાલાક આરોપીએ પાણીની અંદર સતત શ્વાસ લેવા માટે તેણે તળાવમાં ઉગેલા કમળની એક ખોખલી દાંડીનો સહારો લીધો. તેણે દાંડીનો એક છેડો મોઢામાં રાખ્યો અને બીજો છેડો પાણીની સપાટીની બહાર રાખીને શ્વાસ લેવાનું ચાલુ રાખ્યું. આ તકનીકને કારણે તે કલાકો સુધી પાણીની સપાટી નીચે સ્થિર બેસી રહ્યો અને ઉપર ઊભેલી પોલીસને એવું લાગ્યું કે કદાચ તે ડૂબી ગયો છે અથવા કાદવમાં ફસાઈ ગયો છે.

અંતે, સ્થિતિની ગંભીરતા જોઈને RPFએ સ્થાનિક તરવૈયાઓની મદદ લીધી. તળાવના ઉંડાણ અને કમળના વેલાઓ વચ્ચે તપાસ શરૂ કરી, ત્યારે આ શાતિર ચોર પકડાઈ ગયો. લગભગ 5 કલાકની લાંબી શોધખોળ બાદ તેને સહીસલામત બહાર કાઢીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ આરોપી પર દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ચોરીના અંદાજે 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તે મુખ્યત્વે ટ્રેનમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવતો હતો. હાલમાં પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે, જેમાં અન્ય કેટલાક મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments