E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaJaipur : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે...

Jaipur : દિકરીના લગ્ન માટે પિતાએ બનાવી એવી કંકોત્રી કે જોઈને તમે પણ કહી ઉઠશો વાહ!

જયપુરના શિવ જ્વેલરે પોતાની દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે 3 કિલો ચાંદીથી રૂ. 25 લાખનું અનોખું લગ્નકાર્ડ બનાવ્યું. 65 દેવી-દેવતાઓ, કૃષ્ણ લીલા અને વિષ્ણુના દસ અવતારોથી શોભિત આ કાર્ડ એક વર્ષમાં તૈયાર થયું, જેમાં પિતાની શ્રદ્ધા અને આશીર્વાદ છલકાય છે.

જયપુરના નિવાસી શિવ જોહરીએ પોતાની દીકરી શ્રુતિ જોહરીના લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નકાર્ડની પરંપરાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. તેમણે 3 કિલોગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરીને આશરે રૂ. 25 લાખ કિંમતનું અદ્વિતીય લગ્ન આમંત્રણ તૈયાર કર્યું છે. આ કાર્ડ 128 અલગ-અલગ ચાંદીના ટુકડાઓથી બનાવવામાં આવ્યું છે, જેમાં એકપણ નખ કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 8 × 6.5 ઇંચના માપ અને 3 ઇંચ ઊંડાઈ ધરાવતું આ કાર્ડ 65થી વધુ બારીક કોતરાયેલા દેવી-દેવતાઓથી શોભિત છે.

કાર્ડના શિર્ષ ભાગે શ્રી ગણેશાય નમઃ લખાણ સાથે ભગવાન ગણેશ સ્થાપિત છે. તેમના જમણે માતા પાર્વતી અને ડાબે ભગવાન શિવ છે. નીચે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ દર્શાવવામાં આવ્યા છે. સાથે જ ભગવાન કૃષ્ણના જીવન પ્રસંગો, ભગવાન વિષ્ણુના દસ અવતાર, તેમજ દક્ષિણ ભારતીય શૈલીમાં પાંચ શરીર ધરાવતા કૃષ્ણ અને તેમની આસપાસ આઠ ગાયોની અદભુત રચના જોવા મળે છે. કાર્ડના બહારના સ્તર પર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો તેમના સેવકો અને સૂર્યદેવ સાથે દર્શાવવામાં આવ્યા છે. ભગવાન વેંકટેશ્વર બે સ્વરૂપોમાં ઉપસ્થિત છે. ઉપરાંત રથચાલકો, ચામર ધારણ કરેલા સેવકો, દીવો ધરાવતી દેવીઓ, શંખ અને નગારા વગાડતા દેવતાઓ પણ કોતરાયેલા છે.

આ અનોખા કાર્ડ પર દુલ્હન શ્રુતિ જોહરી અને વરરાજા હર્ષ સોનીના નામો પણ ઉંકેલવામાં આવ્યા છે, જ્યાં તેમના નામોની આસપાસ હાથીઓ ફૂલોની વર્ષા કરતા દર્શાવવામાં આવ્યા છે. કાર્ડની અંદર પરંપરાગત આમંત્રણની જેમ બંને પરિવારના માતા-પિતા અને પરિવારજનોના નામો કોતરવામાં આવ્યા છે.

શિવ જોહરી કહે છે, હું ઈચ્છતો હતો કે મારી દીકરીના લગ્નમાં ફક્ત સગાંસંબંધીઓ નહીં, પરંતુ તમામ દેવી-દેવતાઓને પણ આમંત્રણ મળે. હું મારી દીકરીને એવું કંઈક આપવું માગતો હતો જે પેઢીઓ સુધી યાદ રાખવામાં આવે. 6 મહિના વિચાર કર્યા બાદ તેમણે આ અનોખી કલ્પનાને સાકાર કરવાનો નિર્ણય લીધો અને એક વર્ષ સુધી સતત મહેનત કરીને આ ચાંદીનું અદભુત લગ્નકાર્ડ તૈયાર કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments