E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratJamnagar : એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ

Jamnagar : એમ્યુઝમેન્ટ પાર્ક પાસે મોબાઈલ ટાવરમાં ભીષણ આગ, વાયરિંગ બળીને ખાખ

જામનગરમાં મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા આ ટાવરમાં લાગેલી આગને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.જામનગર શહેરમાં આજે એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. શહેરના જાણીતા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા આ ટાવરમાં લાગેલી આગને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સ્થાપિત એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. આગ ટાવરના ઉપરના ભાગે હોવાથી ધુમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગમાં ટાવરનું મોટાભાગનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ટાવરની ટોચ પર લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments