E-Paper
Monday, March 9, 2026
E-Paper
HomeGujaratJamnagar : જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં મોડી રાતે અઢી...

Jamnagar : જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં મોડી રાતે અઢી વાગ્યે જુગાર અંગે પોલીસના દરોડાથી નાસભાગ

જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો, ત્યારે ભારે નાશ ભાગ થઈ હતી. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જયારે અન્ય પાંચ જુગારીયા તત્વો ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈ રાતે અઢી વાગ્યે પહોંચી જઇ ઉપરોક્ત સ્થળેથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા શાહનવાજ ઉર્ફે નવાજ રજાકભાઈ આંબલીયા, મહેબુ ઉર્ફે મુસાભાઇ ઓડિયા, અને હસન ઉર્ફે બોદુ હાજી ભાઈ આંબલીયા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4,500ની રોકડ રકમ અને ઘોડીપાસાના જુગારનું સાહિત્ય કબજે કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments